ETV Bharat / state

સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસ: યોગ્ય તપાસ અને પ્રશાસક પ્રફુલ હટાવવાની માગ - સંઘપ્રદેશ દાદરા નગર હવેલી

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 7 ટર્મના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા પ્રકરણમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ વિરુદ્ધ કાર્યવાહી થાય, તેને તાત્કાલિક સંઘપ્રદેશ પ્રશાસકના હોદ્દામાંથી હટાવવામાં આવે તેવી માગ આપ પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંઘે કરી છે.

મોહન ડેલકર
મોહન ડેલકર
author img

By

Published : Mar 5, 2021, 5:34 PM IST

  • આપના સાંસદ સંજય સિંઘે પ્રફુલ પટેલ પર કર્યા પ્રહાર
  • મોહન ડેલકરની આત્મહત્યા પ્રકરણમાં તપાસ થાય તેવી માગ - સંજય સિંઘ
  • પ્રફુલ પટેલની ધરપકડ કરી સંઘપ્રદેશને હીટલર શાસનમાંથી મુક્ત કરો - સંજય સિંઘ

સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 7 ટર્મથી સાંસદ એવા મોહન ડેલકરની આત્મહત્યા પ્રકરણમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ વિરુદ્ધ કાર્યવાહી થાય અને તેમને તાત્કાલિક સંઘપ્રદેશ પ્રશાસકના હોદ્દામાંથી હટાવવામાં આવે તેવી માગ AAP(આમ આદમી પાર્ટી)ના રાજ્યસભાના સાંસદ સંજય સિંઘે કરી છે. સેલવાસમાં મોહન ડેલકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવા આવેલા સંજય સિંઘે તેમના તરફથી ડેલકરના પરિવારને ન્યાય મળે, તે માટેના તમામ પ્રયાસો કરવાની ખાતરી કરી હતી.

મોહન ડેલકર આત્મહત્યા કેસ
પ્રફુલ પટેલની ધરપકડ કરી સંઘપ્રદેશને હીટલર શાસનમાંથી મુક્ત કરો - સંજય સિંઘ

ડેલકર પહેલા 2 સરકારી અધિકારીઓ પણ કરી હતી આત્મહત્યા

સંજય સિંઘે આક્ષેપ કર્યાં હતા કે, દેશની આઝાદી બાદ આ પ્રથમ એવી ઘટના છે. જેમાં એક સાંસદે આત્મહત્યા કરવી પડી હોય. ગુંડાતત્વોની માનસિકતા ધરાવતા એક પ્રશાસકને અહીં સંઘપ્રદેશમાં બેસાડવામાં આવ્યો છે. જેના કારણે અનેક ભ્રષ્ટાચાર થયા છે. ડેલકર પહેલા પણ 2 સરકારી અધિકારીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે. સંઘપ્રદેશમાંથી પૈસાની ખુલ્લેઆમ લૂંટ પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે. તાનાશાહી ઢબે અહીં પ્રશાસન ચલાવે છે.

આપના સાંસદ સંજય સિંઘે પ્રફુલ પટેલ પર કર્યા પ્રહાર

આપ પાર્લામેન્ટમાં આ અંગે અવાજ ઉઠાવશે

સંજય સિંઘે વધુમાં જણાવ્યું હતું કે, આ મામલે આપ પાર્ટી પાર્લામેન્ટમાં પણ અવાજ ઉઠાવશે. તાનાશાહ અને હીટલર પ્રફુલ પટેલને તાત્કાલિક ધોરણે સંઘપ્રદેશમાંથી હટાવવામાં આવે અને તેની સામે કાયદાકીય પગલાં લઈને તેની ધરપકડ કરવામાં આવે. પ્રફુલ પટેલે ડેલકરને એટલા પ્રતાડિત કરેલા કે તેમને ન્યાય માટે પણ અન્ય ક્ષેત્રમાં જઇ આત્મહત્યા કરવી પડી છે.

ન્યાય માટે જરૂર પડ્યે આંદોલન કરશે

સંજય સિંઘે જણાવ્યું હતું કે, આ અંગે જરૂર પડશે, તો આમ આદમી પાર્ટી આ અંગે આંદોલન કરશે અને મોહન ડેલકરને ન્યાય અપાવશે. આ સાથે જ પ્રફુલ પટેલના શાસનકાળમાં જેટલા પણ ભ્રષ્ટાચાર થયા છે. તે તમામ ભ્રષ્ટાચારની તપાસ થાય અહીંના લોકોને ન્યાય મળે તે માટે બનતી મદદ કરશે.

જાણો શું છે મોહન ડેલકર આત્મહત્યા કેસ

દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મુંબઈની હોટલમાંથી મળ્યો મૃતદેહ, દાદરા નગર હવેલીમાં શોકનું મોજું

22, ફેબ્રુઆરી, 2020 : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની એક હોટલમાંથી મળી આવતાં ચકચાર મચી છે. મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં આવેલ સિ-ગ્રીન હોટલમાંથી મોહન ડેલકરનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં મુંબઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો કેસ હોવાનું સામે આવ્યું છે. જો કે, હજુ પોલીસ દ્વારા આ વાતની ખરાઈ થઇ નથી અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની જીવન સફર

22, ફેબ્રુઆરી, 2020 : મુંબઈની મરિન ડ્રાઇવ હોટલમાંથી દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળ્યો છે. હોટલમાંથી ગુજરાતીમાં સ્યૂસાઈડ નોટ પણ મળી છે. જેને પગલે તેમને આત્મહત્યા કર્યો હોવાની આશંકા છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. હાલ તેમના મોત અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે હંમેશા સત્તાપક્ષ સામે હુંકાર કરનારા નેતા આત્મહત્યા કરે એ વાત તેમના સમર્થકોને ગળે ઉતરતી નથી. તો આવો જાણીએ સાંસદ મોહન કેલકરના જીવન વિશે...

અડધું મેદાન છોડીને ક્યારેય નહીં જવાનું કહેનારા મોહન ડેલકરની અલવિદા

23, ફેબ્રુઆરી, 2020 : 'આ પ્રદેશના સ્વાતંત્ર્ય સેનાની અને પ્રથમ MPનો દીકરો છું. અડધું મેદાન છોડીને ક્યારેય નહીં જાઉં' આ શબ્દો દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે વર્ષ 2020માં દાદરા નગર હવેલીની જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી વખતે JDU સાથે ગઠબંધન કરી ઉચ્ચાર્યા હતા. આ ચૂંટણીમાં તેમણે પોતાનું એ વર્ચસ્વ સાબિત કરી જિલ્લા પંચાયત કબ્જે પણ કરી બતાવી હતી. પ્રશાસન સામે સતત અવાજ ઉઠાવનારા મોહન ડેલકર જોકે, હવે આપણી વચ્ચે નથી રહ્યા. મુંબઈની હોટેલમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળ્યો છે. તેના નિધનથી દાદરા નગર હવેલીમાં શોક છવાઈ ગયો છે.

સાંસદ મોહન ડેલકરના અંતિમ દર્શન માટે ઉમટ્યો જનશૈલાબ

23, ફેબ્રુઆરી, 2020 : દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના નિધન બાદ મંગળવારના રોજ તેમના અંતિમ દર્શન માટે સેલવાસમાં આદિવાસી ભવન ખાતે તેના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો. જ્યાં મોહન ડેલકરના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં પ્રદેશવાસીઓ ઉમટ્યા હતાં. પ્રદેશના નામી અનામી તમામ લોકોએ સાંસદ મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ધરમપુરના આદિવાસી સમાજ દ્વારા સાંસદ ડેલકરના મોત અંગે CBI તપાસની માગ

25, ફેબ્રુઆરી, 2020 : ધરમપુર આદિવાસી સમાજના લોકો દ્વારા સાંસદ મોહન ડેલકરના મોત અંગે સીબીઆઈ તપાસની માગ કરવામાં આવી છે. સાથે રેલીનું આયોજન કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.