દાદરા નગર હવેલી : સંઘપ્રદેશમાં ગુરૂવારે પ્રમુખ સંગમ સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર ગોસ્વામી નામના યુવકે પંખાના હુક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. જીતેન્દ્રનો એક મિત્ર એને મળવા માટે આવ્યો હતો અને તેણે ડોર બેલ વગાડી પરંતુ દરવાજો ન ખુલતાં મિત્રએ સિક્યુરિટીને જાણ કરી હતી. સિક્યુરિટીએ બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશ કરી જોતા જીતેન્દ્ર ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો.
દાદરા નગર હવેલીમાં એક વ્યક્તિનો આપઘાત તો એકનો પાણીમાં તરતો મૃતદેહ મળી આવ્યો - દાદરા નગર હવેલીના મધુબન ડેમ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 2 યુવકોના મોત થયા હોવાની ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઇ હતી. મૃતકોમાં એક યુવકે ઘરમાં ગળેફાંસો ખાધો હતો. તો અન્ય એક યુવકનો મધુબન નજીક પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
દાદરા નગર હવેલીમાં 2 યુવકોના મોત