સેલવાસા લાયન્સ ઈગ્લિશ સ્કૂલ, શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સ અને શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ college of law ખાતે વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. જેમાં કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના વિવિધ સ્વરૂપોની ઝલક ગરબા, ઘુમ્મર, પંજાબી, મરાઠી, રાજસ્થાની અને શાસ્ત્રીય નૃત્યો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ સમાજમાં મહિલાઓની વધતી ભાગીદારી, પ્રકૃતિના રક્ષણ, પ્લાસ્ટિક નુકસાન, બાળમજૂરી, વસુધેવ કુટુંબકમના સંદેશ પર સુંદર રજૂઆત કરી હતી.
કાર્યક્રમના અંતમાં સેલવાસા ચેરીટેબલ ટ્રસ્ટના લાયન્સ ક્લબના અધ્યક્ષ ફતેસિંહ ચૌહાણને ઉપસ્થિતમાં તમામ વિદ્યાર્થીઓનો અને વાલીઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "શાળાના દરેક કાર્યક્રમમાં થતી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની ઉત્સુકતા પ્રતિબિંબિત થઈ છે."