ETV Bharat / state

C.R. Patil એ શિવસેના પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું - C.R. Patil એ શિવસેના પર કર્યા આકરા પ્રહારો,

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં 30મી ઓક્ટોબરે સંસદીય પેટા ચૂંટણી છે. ત્યારે આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહેશ ગાંવિતના ચૂંટણી પ્રચારમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ મંગળવારે સેલવાસ આવ્યાં હતાં. સેલવાસમાં પાટીલે મહારાષ્ટ્રિયન સમાજના આગેવાનોને સંબોધન કરી શિવસેના પર પ્રહારો કર્યા હતાં. પાટીલે કહ્યું હતું કે, શિવસેના ઘર બદલતો પક્ષ છે. અહીં જેને ટીકીટ આપી છે તે પાર્ટી બદલતો પરિવાર છે. જ્યારે ભાજપ લોકોના હિત માટે કરે છે.

C.R. Patil એ શિવસેના પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું

author img

By

Published : Oct 19, 2021, 5:46 PM IST

  • શિવસેના ઘર બદલતી પાર્ટી છે :- સી. આર. પાટીલ
  • આ પેટા ચૂંટણી મોદીનું ઋણ ચુકવવાની ચૂંટણી છે
  • ભાજપ લોકોનું હિત સાચવતો પક્ષ છે

સેલવાસ : દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણીમાં મહારાષ્ટ્રિયન મતદારો ભાજપના ઉમેદવાર મહેશ ગાંવિત તરફી મતદાન કરે તે માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે સેલવાસમાં મહારાષ્ટ્રિયન સમાજના આગેવાનોને સંબોધ્યા હતાં. જેમાં તેમણે કાર્યકરોને પેજ કમિટી બનાવવા ભલામણ કરી આ ચૂંટણીનો સમય મોદીએ કરેલા વિકાસનું કોરોનાને કાબુમાં રાખવાનું અને મફત વેકસીન આપવાનું ઋણ ચૂકવવાનો સમય હોવાનું જણાવી શિવસેના પર આકરા પ્રહારો કર્યા હતાં.

પાટીલે મહારાષ્ટ્રિયન સંમેલનમાં હાજરી આપી

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મંગળવારે સેલવાસમાં મહારાષ્ટ્રિયન પરિવારના આગેવાનોને સંબોધ્યા હતાં. સેલવાસમાં ભાજપ કાર્યાલય ખાતે પક્ષના કાર્યકરો સાથે મિટિંગ કરતા પહેલા દમણગંગા રિસોર્ટસમાં મહારાષ્ટ્રિયન સંમેલનમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું કે, જેમ મહારાષ્ટ્રમાં શિવાજીના સમયમાં દરેક મહારાષ્ટ્રિયન શિવ સૈનિક હતો તેમ આ લોકસભાની પેટા ચૂંટણીમાં અહીં વસતા દરેક મહારાષ્ટ્રિયન ભાજપના સૈનિક બની ભાજપના ઉમેદવારને જીતાડવાનો છે.

C.R. Patil એ શિવસેના પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું

પાટીલે પેજ કમિટી અંગે અપીલ કરી

પાટીલે આ પ્રસંગે પેજ કમિટી અંગે અપીલ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જેમ અહીં પણ પેજ કમિટી બનાવો પેજ કમિટી જીત માટે મહત્વનું પાસું છે. દાદરા નગર હવેલીમાં 42 હજાર મહારાષ્ટ્રિયન મતદારો છે. જે તમામને ભાજપને મત આપવા પ્રેરિત કરો, દાદરા નગર હવેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વિકાસના કામો કર્યા છે. તેમના આ વિકાસના કામોમા કોરોનાને કાબુમાં રાખવાનું, મફત વેકસીન આપવાનું ઋણ ચૂકવવાનો આ સમય છે. દરેક સમાજના લોકોને પેજ કમિટીમાં જોડી જુઓ પછી જુઓ સામેવાળા ઉમેદવારની ડિપોઝીટ પણ ડૂલ થશે.

શિવાજી મહારાજના સ્ટેચ્યુ અંગે મોદી સરકારના પ્રકલ્પની યાદ અપાવી

પાટીલે સમાજના લોકોને મહારાષ્ટ્રમાં આકાર લઈ રહેલા સૌથી મોટા શિવાજી મહારાજના સ્ટેચ્યુ અંગે મોદી સરકારના પ્રકલ્પની યાદ અપાવી શિવસેના પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, બાલા સાહેબ ઠાકરે વચન બદ્ધ હતાં. તેઓ ક્યારેય બીજા પક્ષ સામે ઝુક્યા નહોતા. જ્યારે હાલમાં શિવસેના પાર્ટી ઘર બદલતી પાર્ટી બની ગઈ છે. એ જ રીતે અહીંના તેમના ઉમદેવાર જે પરિવારમાંથી આવે છે તે પરિવાર પણ ભાજપ, કોંગ્રેસ, અપક્ષ એમ પાર્ટી બદલતો પરિવાર છે. ગત ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારને 4 હજાર મત મળ્યા હતાં. આ વખતે એટલા પણ ના મળે તે દરેક ભાજપના કાર્યકરે જોવાનું છે.

મહેશ ગાંવિતને જીતાડવા અપીલ કરાઇ

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ઘર બદલવા વાળાને અને પોતાના હિત સાચવવાવાળાને મહારાષ્ટ્રમાં કોઈ સ્થાન નથી. અહીંના ઉદ્યોગપતિઓ તેમને કહે છે કે આને રોકો! પહેલા કનડગત કરવા વાળો એક હતો હવે 2 થશે. તેવી ટકોર પાટીલે કરી હતી. પાટીલે મોદી સરકાર માટે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી સિસ્ટમમાં રહેનાર ઉમેદવારને પસંદ કરે છે. તે કોઈની કનડગત નહિ કરનાર ઉમેદવારને ટકોરો મારીને પસંદ કરે છે. મહેશ ગાંવિતને જીતાડવા માટે તેમણે સમાજના આગેવાનોને અપીલ કરી પોતાના ગ્રુપમાં દરેકને ભાજપને મત આપવા મેસેજ કરવાની અપીલ કરી હતી.

ઉત્તરાખંડમાં ફસાયેલ ગુજરાતીઓને સહીસલામત લાવવાની ખાતરી આપી

સમેલનના સંબોધન બાદ પાટીલે ઉત્તરાખંડના પુર પ્રકોપ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને તેની સરકાર સતત ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્કમાં બનતી મદદની વ્યવસ્થા કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી પણ તેની ચિંતા કરે છે. અને વરસાદી પુરમાં ફસાયેલ તમામ ગુજરાતીને સહીસલામત ગુજરાત લાવશે.

આ પણ વાંચો : ઓવૈસી, સંજય રાઉત સહિતના નેતાઓએ PM Modi પર કર્યા પ્રહાર

આ પણ વાંચો : યુપી ચૂંટણી 2022: યુપીમાં કોંગ્રેસ 40 ટકા મહિલાઓને ટિકિટ આપશે, પ્રિયંકા ગાંધી વાડ્રાએ કરી જાહેરાત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.