સેલવાસ: સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં ગુરુવારે 15 નવા કેસ નોંધાયા બાદ શુક્રવારે રેકોર્ડબ્રેક 35 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
શુક્રવારના એક જ દિવસમાં 35 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે, જ્યારે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. શુક્રવારે નોંધાયેલા 35 કેસમાં 20 પુરૂષ અને 15 મહિલાનો સમાવેશ થાય છે.
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં અત્યાર સુધીમાં કુલ 158 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી હજૂ પણ 90 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 68 દર્દીઓને રજા આપવામાં આવી છે. શુક્રવારે નોંધાયેલા પોઝિટિવ દર્દીઓ સાથે નવા 10 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. જે સાથે કન્ટેન્મેન્ટ ઝોનનો આંકડો પણ 46 પર પહોંચ્યો છે.
નવા જાહેર થયેલા કન્ટેન્મેન્ટ ઝોનમાં સરકારી ક્વાટર્સ પણ સામેલ છે. જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ વસવાટ કરે છે. આ ઉપરાંત આલોક કંપનીની સિટી કોલોની, નટવર એપાર્ટમેન્ટ, પાર્ક સિટી, પંચાલ હાઉસ સહિતના પોશ વિસ્તારનો સમાવેશ થાય છે.