- સેલવાસમાં જનઆક્રોશ યથાવત
- મોહનભાઈને ન્યાય આપવાની માગ પ્રબળ બની
- પ્રફુલ પટેલના પૂતળાની સ્મશાન યાત્રા કાઢી ફાંસી આપી
સેલવાસ : કેન્દ્રશાસિત દાદરા નગર હવેલીમાં સોમવારે પણ ડેલકર સમર્થીત લોકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. લોકોએ બ્રાહ્મણ ફળિયા, ડાંડુલ ફળિયા અને બાલદેવીમાં DNH & D&Dનાં પ્રશાસક પ્રફુલ પટેલના પૂતળાની સ્મશાનયાત્રા કાઢી, ફાંસી આપી, હાય રે પ્રફુલ પટેલ હાય હાય ના નારા લગાવી છાજીયા લીધા હતાં.
ઝાડની ડાળે પૂતળાને લટકાવી ફાંસી આપી
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા બાદ દિવસો દિવસ પ્રશાસક પ્રફુલ પટેલ સામે જનઆક્રોશ વધી રહ્યો છે. સોમવારે પણ દાદરા નગર હવેલીના લોકોએ બ્રાહ્મણ ફળિયા, ડાંડુલ ફળિયા અને બાલદેવીમા પ્રશાસક પ્રફુલ પટેલના પૂતળાની સ્મશાનયાત્રા કાઢી હતી. ઝાડની ડાળે પૂતળાને લટકાવી ફાંસી આપી હતી. મહિલાઓએ હાય રે પ્રફુલ પટેલ હાય હાયના નારા લગાવી છાજીયા લીધા હતાં.
મહિલાઓએ પ્રફુલ પટેલના છાજીયા લીધા
વિરોધ કરનારા લોકોએ પ્રફુલ પટેલના પૂતળાને લાકડાના ફટકા, પથ્થરો મારી હાય રે પ્રફુલ પટેલ હાય હાયના નારા લગાવી છાજીયા લીધા હતાં. મોહનભાઈને ન્યાય આપો તેવી માગ કરી હતી. આ ઉપરાંત 1 પુરી તેલમાં પ્રફુલ પટેલ જેલમાં, એક પુરી તેલમાં પ્રફુલ પટેલ સ્મશાનમાં જેવા નારા લગાવીને પૂતળા પર ચપ્પલના હાર પહેરાવી, ચપલ્લનો વરસાદ વરસાવી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો
આ પણ વાંચો : બાલદેવી સ્મશાનગૃહમાં પ્રફુલ પટેલના પૂતળાને અગ્નિસંસ્કાર આપી સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો