સેલવાસ: દાદરા નગર હવેલીમાં ગુરુવારે નોંધાયેલ 6 નવા કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી એક પોઝીટીવ કેસ હાઈ રીસ્ક કોન્ટેક્ટમા આવેલ દર્દીનો છે. પાંચ પોઝીટીવ કેસ ઇનફ્લુએન્ઝા પેશન્ટ છે. જેની સામે ગુરુવારે વધુ 6 પેશન્ટ રિકવર થયા છે જેઓને રજા આપવામા આવી છે.
દાદરા નગર હવેલીમા નવા 6 કોરોના પોઝીટીવ કેસ, કુલ આંકડો 250 નવા દર્દીઓ નોંધાતા પાંચ નવા કન્ટેનમેન્ટ ઝોન નકકી કરાયા છે. પ્રદેશમા કુલ 81 કન્ટેનમેન્ટ ઝોન ડિક્લેર કરાયા છે. જેમાં, દાદરા પંચાયતમા 5, નરોલી પંચાયતમા 9, સામરવરણી પંચાયતમા 8, રખોલી પંચાયતમા 1, ખરડપાડા પંચાયતમા 1, ખાનવેલ પંચાયતમા 4, સીંદોની પંચાયતમા 1, ગલોન્ડા પંચાયતમા 4, સાયલી પંચાયતમા 2, મસાટ પંચાયતમા 1, સુરંગી પંચાયતમા 1અને સેલવાસ પાલિકા વિસ્તારમા 44 કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરાયા છે.
દાદરા નગર હવેલીમા નવા 6 કોરોના પોઝીટીવ કેસ, કુલ આંકડો 250 દાદરા નગર હવેલીમા અત્યાર સુધીમાં કોરોના પોઝેટીવ 49 વર્ષની મહિલાનુ મોત થયુ છે. પ્રાપ્ત વિગત મુજબ ગત 10 જુલાઈએ 49 વર્ષની એક મહિલા સેલવાસ સિવિલમા શ્વાસની અને શરદીની તકલીને લઇ ભરતી થઈ હતી. 12 જુલાઈએ તેનો કોરોના રિપોર્ટ કરાયો હતો. જેમા એનો રિપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. સારવાર દરમ્યાન 15 જુલાઈની રાત્રે 1-00 વાગ્યે મહિલાનું મોત થયુ હતુ.
દાદરા નગર હવેલીમા નવા 6 કોરોના પોઝીટીવ કેસ, કુલ આંકડો 250 જાણકારીના આધારે મહિલાને હાઇપર ટેંશન, કિડની ફેલ, સુગર જેવી અનેક બીમારી હતી. જેની સાથે કોરોના રિપોર્ટ પોઝેટીવ આવતા સારવાર દરમ્યાન મોત થયુ હતુ. પ્રદેશમા કોરોનાને કારણે આ પ્રથમ મોત નોંધાયું છે. તેમ છતાં પ્રદેશમાં જે રીતે રિકવરી રેટમાં વધારો નોંધાઇ રહ્યો છે. તે પ્રદેશની જનતા અને વહીવટીતંત્ર માટે રાહતના સમાચાર છે.