સેલવાસ: સંઘપ્રદેશ દાદર નગર હવેલીની કરાડ ખાતે આવેલી સરકારી પોલીટેક્નિક કોલેજમાં 30 વિદ્યાર્થીઓ ઉત્તરપ્રદેશના અને 10 વિદ્યાર્થીઓ બિહારના છે. કોરોના મહામારી અને લોકડાઉનમાં એક તરફ કોલેજમાં અભ્યાસ બંધ છે. શિક્ષકો આવતા નથી. ઘરની ખૂબ જ યાદ આવે છે. માતાપિતા રોજ ચિંતા કરે છે. આ અંગે ઉત્તરપ્રદેશના અધિકારીઓ અને દાદર નગર હવેલીના અધિકારીઓ સમક્ષ એક મહિનાથી ઘરે જવા દેવાની માંગ કરવામાં આવે છે. રોજ ટોલ ફ્રી નંબર પર મદદની અપીલ કરવામાં આવે છે, ઈમેલ કરવામાં આવે છે. તેમ છતાં પ્રશાસન વતન જવાની મંજૂરી આપી રહ્યું નથી.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dnh-01-students-demand-avbb-gj10020_09052020202217_0905f_1589035937_717.jpg)
એક મહિનાથી અહીં કોલેજ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, હાલમાં ખાવાનું પણ બેસ્વાદ આપવામાં આવે છે. શિક્ષકો સમક્ષ અનેકવાર રજુઆત કરી છે, પણ તેમની રજુઆત કોઈ કાને ધરતું ના હોય શનિવારે તમામ વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં હોબાળો મચાવ્યો હતો. એક મહિનાથી માત્ર દિલાસો આપવામાં આવે છે, પરંતુ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી. શિક્ષકોને જ્યારે મદદની જરૂર હોય ત્યારે વોલેન્ટીયર તરીકે સેવા લે છે, પરંતુ વતન જવા માટેની કાર્યવાહી માટે મદદરૂપ થતા નથી. તેવા આક્ષેપો વિદ્યાર્થીઓ દ્રારા કરવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, દાદરા નગર હવેલીમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેની સાથે હજારો કામદારોને રોજીરોટી મળતી નથી એટલે વતન જવા માટે સતત રસ્તાઓ પર ઉતરી હોબાળો મચાવી તોડફોડ કરી રહ્યાં છે, ત્યારે હવે આ વિદ્યાર્થીઓએ પણ વતન વાપસી માટે રણશિગુ ફૂંક્યું છે, ત્યારે આશા રાખીએ કે જે રીતે પ્રશાસન દ્વારા ગોવાથી સંઘપ્રદેશના વિદ્યાર્થીઓને બસ મારફતે પ્રદેશમાં લાવવામાં જેવી માનવતા દેખાડી છે. તેવી જ માનવતા આ વિદ્યાર્થીઓને યુપી અને બિહાર વતન મોકલવામાં પણ દેખાડવી જોઇએ.
Bite :- ગૌતમ કુમાર, વિદ્યાર્થી
Bite :- અમિત કુમાર, વિદ્યાર્થી