- સી.આર. પાટીલના સ્વાગત કાર્યક્રમમાં સરકારના નિયમોનો ભંગ
- સી.આર પાટીલને સેનેટાઇઝર અને માસ્કના વજન સાથે તુલાનો કાર્યક્રમ યોજાયો
- સી.આર પાટીલે લોટિયા ગામે એક કાર્યકરના નિવાસસ્થાનની મુલાકાત લીધી
છોટાઉદેપુરઃ ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર પાટીલે છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાના વિસ્તારની તથા કાર્યકરોની મુલાકાત લીધી હતી. સી.આર. પાટીલનું સ્વાગત કરવા માટે કાર્યકરોની ભીડ જામી હતી જેમાં સરકારની ગાઈડ લાઈનના ધજાગરા ઉડયા હતા.
ગોલગામડી ખાતે સી.આર પાટીલના સ્વાગત કાર્યક્રમ ગોઠવાયો
સંખેડા તાલુકાના ગોલગામડી ખાતે આવેલા સી.આર પાટીલના સ્વાગત કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામા આવ્યા હતા. જ્યા સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવામાં આવ્યું ન હતું, ત્યાર બાદ સંખેડા તાલુકાના લોટિયા ગામે એક કાર્યકરના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. ત્યા પણ સરકારની ગાઈડ લાઈન અને નિયમોનું સરેઆમ ભંગ થયો હતો. ત્યાર બાદ તેઓ છોટાઉદેપુર અને કવાંટ ખાતે સાંસદ ગીતાબેન રાઠવાને ઘરે પહોંચ્યા હતા. સરકારના નિયમોના ભંગની તો હદ તો ત્યારે વતી નસવાડીના એકલવ્ય એકેડેમી ખાતે હજારોની સંખ્યામા લોકો ભેગા થયા હતા. આદિવાસી સમાજના લોકોએ 21 ઢોલ વગાડી અને આદિવાસી નૃત્ય સાથે સી.આર પાટીલનું સ્વાગત કરવામાં હતું. સી.આર પાટીલને સેનેટાઇઝર અને માસ્કના વજન સાથે તુલાનો કાર્યક્રમ યોજાયો હતો.
સરકારે બનાવેલા નિયમોનું સરકારી કાર્યકરો દ્વારા જ ધજાગરા
સરકાર મેળાવડા, લગ્ન પસંગ્ર કે, સભા સરઘસ પરમાં લોકો મોટી સંખ્યામાં ભેગા ન થાય તે માટેની તકેદારી રાખવામાં આવે છે. તો બીજી બાજુ નેતાઓ જ મોટી સંખ્યામા ભેગા કરે તો સરકાર કેમ કોઈ એક્સન નથી લેતી સરકારેજ બનાવેલા નિયમોનું પાલન કરતા નથી નેતાઓને નિયમો લાગુ નથી પડતા આવા અનેક સવાલો પંથકમાં ચર્ચાઈ રહ્યા છે. પોલીસ પણ નેતાઓના આ કાર્યક્રમોમાં માત્ર તમાશો જોયો હતો. આમ તો પોલીસ સોશિય ડિસ્ટન્સન તેમજ માસ્ક ન પહેરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરે છે. ત્યારે નેતાઓના આવા કાર્યક્રમમાં પોલીસ કેમ મુક પ્રેક્ષક બને છે ?