- બોડેલી APMC ખાતે મુખ્યપ્રઘાનની અધ્યક્ષતામાં યોજાશે કાર્યક્રમ
- મુખ્યપ્રધાનના હસ્તે વિવિધ યોજનાઓનું થશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
- કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી
છોટા ઉદેપુરઃ 11 જાન્યુઆરીના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એ.પી.એમ.સી બોડેલી ખાતે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યપ્રઘાનના હસ્તે રૂપિયા 614.16 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
વિવિધ યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે
મુખ્યપ્રઘાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનારા આ કાર્યક્રમ દરમિયાન રૂપિયા 154.79 કરોડની 3 પાણી પુરવઠા યોજનાઓ, રૂપિયા 10.82 કરોડના માધ્યમિક શાળાના મકાનો તથા 48.69 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલી સખી સ્ટોપ સેન્ટરના નવા બિલ્ડીંગનું લોકાર્પણ મળી રૂપિયા 166.07 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે. વધુમાં છોટા ઉદેપુર જિલ્લામાં આગામી સમયમાં બનાવવામાં આવનારા રૂપિયા 99.03 કરોડની છોટા ઉદેપુર જિલ્લા બલ્ક પાઇપલાઇન પેકેજ-1, રૂપિયા 98.51 કરોડની છોટાઉદેપુર જિલ્લા બલ્ક પાઇપલાઇન પેકેજ-2, રૂપિયા 97.01 કરોડની છોટા ઉદેપુર જિલ્લા બલ્ક પાઇપલાઇન પેકેજ-3 યોજના તથા નસવાડી અને કવાંટ તાલુકાના 73 ગામોને પીવાનું પાણી પુરૂ પાડવા માટેની રૂપિયા 91.10 કરોડની કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના તથા છોટાઉદેપુર જિલ્લાના 127 ગામોને પીવાનું પાણી પુરૂં પાડવાની રૂપિયા 61.44 કરોડની પાણી પુરવઠા યોજના મળી કુલ રૂપિયા 447.09 કરોડની જુદી જુદી પાણી પુરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.