ETV Bharat / state

છોટાઉદેપુરના રંગપુર ગામના બે યુવાનોની હત્યા કરી મૃતદેહોને ખાડામાં ફેંકી દેવાયા - યુવાનોની હત્યા

છોટા ઉદેપુર જિલ્લાના રંગપુર ગામમાં એક ખાડામાંથી બે મૃતદેહો મળી આવ્યાં હતાં. આ બંને લોકોની હત્યા કરી તેમના મૃતદેહને ખાડામાં ફેંકી દેવામાં આવ્યા હતાં. તેમજ હત્યારાઓ દ્વારા આ ઘટનાને અકસ્માત ગણાવવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતાં.

ં
author img

By

Published : Jan 18, 2021, 12:40 PM IST

  • છોટા ઉદેપુરમાં ખાડામાંથી મળ્યા બે મૃતદેહો
  • હત્યા થઈ હોવાની આશંકા
  • પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી

છોટા ઉદેપુરઃ જિલ્લાના રંગપુર ગામમાં એક ખાડામાંથી બે મૃતદેહો મળી આવ્યાં હતાં. આ બંને લોકોની હત્યા કરી તેમના મૃતદેહને ખાડામાં ફેંકી દેવામાં આવ્યા હતાં. તેમજ હત્યારાઓ દ્વારા આ ઘટનાને અકસ્માત ગણાવવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતાં.

ખાડામાંથી મળ્યા બે મૃતદેહો

રંગપુર ગામના બે યુવાનો ઘરે જાંબુઘોડા લગ્નમાં જવાનું કહી ઘરથી બાઈક લઈ રવાના થયા હતાં. આ દરમિયાન તેમની સાથે શું ઘટના બની તે અંગે વધારે કંઈ માહિતી મળી નથી, પરંતુ તેમના મૃતદેહ ખાડામાંથી મળી આવ્યા હતાં. તેમજ થોડે દુર તેમનુ બાઈક પણ જોવા મળ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કોઈક દ્વારા તેમની હત્યા કરી તેમની ડેડબોડીને ખાડામાં ફેંકી દેવામાં આવી છે. આ ઉપરાંત હત્યારાઓ દ્વારા આ ઘટનાને અકસ્માતનું સ્વરુપ આપવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતાં.

છોટાઉદેપુરના રંગપુર ગામના બે યુવાનોની હત્યા કરી મૃતદેહોને ખાડામાં ફેંકી દેવાયા

પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી

મૃતકો બંને પિતરાઈ ભાઈઓ હતા. જેમાં એકનું નામ રાઠવા શૈલેષ ભાઈ ઉ.વ.21 અને બીજાનું નામ રાઠવા દીપકભાઈ ઉ.વ 20 છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા ડી.વાય.એસ પી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ રંગપુર પોલીસ સ્ટેશમાં ગુનો નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતાં. પોલીસે આ અંગં વધુ તરાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.