આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતુું કે, નરેન્દ્ર રાઠવાએ અમારા વિસ્તારના અને સમાજના પાયાના પ્રશ્નો જેમકે, પીવા અને સિંચાઈ માટે નર્મદાનું પાણી, શિક્ષણ, આરોગ્ય માટે અગ્રેસર રહ્યા છે. ખાસ રાઠવા, નાયક, ધનક, ભીલ, તળવી, જેવા સમુદાયો સાથે ખોટી રીતે કોળી શબ્દ ઉમેરીને અમારી આદિવાસી ઓળખ સામે ઊભા કરાયેલ પ્રશ્નો સામે અવાજ દબાવવો, વિકાસને લગતી યોજનાઓના અમલીકરણ માટેનો અવાજને દબાવવા અને અમને લોકોને મૂળ મુદ્દાઓથી ભટકાવવાનું આ સુનિયોજિત કાવતરું છે.
આ ઉપરાંત, નરેન્દ્ર રાઠવા અમારી ન્યાયિક માંગણીઓ માટે આંદોલનોમાં અગ્રેસર રહ્યા છે. જેથી તેમના પર પોલીસે ખોટા કેસ કરીને પાસા હેઠળ અટકાયત કરીછે. જેથી તેમને છોડવામાં આવે તેવી માંગણી અને રજૂઆત કરવામાં આવી છે.