ETV Bharat / state

અનોખી પરંપરા: દિવાસાના દિવસે થાય છે વાઘ બિલાડીની પૂજા - Divaso festival in Chhota Udaipur

છોટા ઉદેપુરમાં વાઘ બિલાડીની પૂજા વિધિ કરવાની અનોખી પરંપરા આજે( Puja of tiger cat in Chhota Udepur)પણ જોવા મળે છે. આદિવાસીઓમાં સદીઓથી દિવાસાના(Divaso festival 2022 ) તહેવારનું મહત્વ છે. આદિવાસી સમુદાયમાં દીવાસાનો તહેવાર એટેલે ગામની સીમમાં બિરાજમાન દેવોને પૂંજવાનો તહેવાર માનવામાં આવે છે.

અનોખી પરંપરા: દિવાસાના દિવસે થાય છે વાઘ બિલાડીની પૂજા

author img

By

Published : Jul 29, 2022, 6:08 PM IST

છોટા ઉદેપુર: જિલ્લામાં વસતા આદિવાસી સમાજમાં વાઘ બિલાડીની પૂજા વિધિ કરવાની અનોખી પરંપરા આજે પણ જોવા મળે છે. 90 ટકા આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દિવાસાના તહેવારમાં (Divaso festival 2022 )વાઘણ દેવની પૂંજા વિધી દરમિયાન એક પુરુષ વાઘ બને તો એક પુરુષ બિલાડી બને છે. જે ઓને દૂધ પીવડાવી બન્નેને કાદવના લાડુ મારીને ભગાડવામાં આવે છે. આદિવાસી સમુદાયમાં દીવાસાનો( Puja of tiger cat in Chhota Udepur)તહેવાર એટેલે ગામની સીમમાં બિરાજમાન દેવોને પૂંજવાનો તહેવાર માનવામાં આવે છે.

વાઘ બિલાડીની પૂજા

ખેતરોમાં ઉગી નીકળેલાં ઘાસનું નિંદામણ - અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસીઓ મોટા ભાગના દેવી દેવતાઓ જંગલ અને પહાડોમાં વર્ષોથી સ્થાપિત કરવામાં આવેલા છે. જે દેવોને દિવાસાના તહેવાર દરમિયાન વાઘ બિલાડીની (Puja of the tiger cat )એક વિશિષ્ટ પ્રકારની પૂજા વિધી કરવામાં આવે છે. આદિવાસી સમાજનાં પૂર્વજો સદીઓ પહેલાથી દિવાસાની ઉજવણી દરમીયાન જામીન પર ઉગી નીકળેલા ઘાસના દેવ નોદરવા દેવને પૂજતા અને પ્રાર્થના કરતાં કે જમીન પર સારું એવું ઘાસ ઉગે, જેથી પશુઓ સારી રીતે હરી ફરીને ચરી શકે. તો ખેતરોમાં ઉગી નીકળેલા ઘાસને ના ઉખેડવાની પણ નોધર દેવ સમક્ષ મંજૂરી મેળવે છે. દિવાસા બાદ ખેતરોમાં ઉગી નીકળેલાં ઘાસનું નિંદામણ કરવામાં આવે છે.

ગામના શીમાડે તોરણોની પૂજા વિધિ - આદિવાસી સમાજમાં સદીઓથી દિવાસાના તહેવારનું મહત્વ છે. વરસાદ વરસ્યા બાદ ધરતી ઉપર ઘાસ ઉગી નીકળતા પ્રકૃતિ પોતાનું સ્વરૂપ બદલી ધરતી પર લીલી ચાદર ઓઢાડી દીધી હોય એમ હરિયાળું બની જતું હોય છે. દિવાસા દેવની આગલી રાત્રિએ ઘાયના રૂપી કથા કરી દેવોને આમંત્રિત કરવામાં આવે છે, તો ગામના શીમાડે તોરણોની પૂજા વિધિ પણ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Divaso 2022 : દિવાસો એટલે સો દિવસના તહેવારની શરૂઆત

અનોખી પરંપરા જોવા મળી - સદીઓથી આદિવાસીઓમાં માન્યતા રહીં છે કે ઘાયના રૂપી કથાના બીજા દીવસે ગામની સીમમાં ગામના લોકો ભેગા મળીને દેવ પુજન કરવાં જતા હતા ત્યારે ગામ લોકો વાઘણ દેવનુ નામ પાડીને બકરાની બલી આપતાં હતા. ત્યારે વાઘણ હજારો માણસોની વચ્ચે આવીને બકરાંને ઉંચકી લઇને જતી રહેતી હતી. વાઘણ દેવના દિવસે દેવસ્થાને આવીને બલી ચઢાવેલ બકરો લઇ જાય તેણે શુભ માનવામાં આવતું હતું. એવી આદિવાસી સમજમાં માન્યતા હતી. જે માન્યતા મૂજબ આજે પણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આ અનોખી પરંપરા જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Divaso festival 2022: પાટણમાં દેવીપૂજક સમાજે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી દિવાસો ઊજવ્યો

લોકો વાઘ બિલાડી બનીને વાઘ બિલાડીનું નાટક ભજવે - આદિવાસીઓ જંગલમા નવા ફળ, ફૂલ, પાન, લાકડાં લેવા જાય તો વાઘ, બિલાડી, રીંછ દિપડા જેવા જંગલી જાનવરો કોઈને નુકશાન નહી પહોચાડે એ હેતું થી દેવના દિવસે વાઘ દેવ સમક્ષ વાઘણ માટે બકરાની બલી આપવામાં આવતી હતી. પરંતુ સમય બદલાતા ધીમે ધીમે વાઘ દેવના દિવસે બકરો લેવા આવવાનું બંધ થતા, હવે વાઘ હકીકતમાં આવતો નથી, એટલે ગામ લોકો વાઘ બિલાડી બનીને વાઘ બિલાડીનું નાટક ભજવીને દીવાસાના દેવના દીવસે વાઘ બિલાડીની વિધિ કરવામાં આવે છે. વાઘ દેવનું પુજન કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.