ETV Bharat / state

Tents of tribal culture: આદિવાસી સંસ્કૃતિ મુજબ ટેન્ટ, સંસ્કૃતિને જીવંત રાખવા ગામડાનો વિકાસ - Linda village of Naswadi taluka

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લિંડા ગામના તળાવ પાસે જંગલની વચ્ચે ગુજરાત પ્રવાસન વિભાગ( Gujarat Tourism Department )દ્વારા 40 લાખના ખર્ચે 1 લાખ સ્કવેર ફૂટની જગ્યામાં વાસના બંબુનું ઝૂંપડુ અને આદિવાસી સંસ્કૃતિ મુજબના કાચા ઝૂંપડા(Tents of tribal culture) બનાવવામાં આવતાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Tents of tribal culture: આદિવાસી સંસ્કૃતિ મુજબ ટેન્ટ, ગામડાંની સંસ્કૃતિને જીવંત રાખવા ગામડાંનો વિકાસ

author img

By

Published : Feb 1, 2022, 4:36 PM IST

Updated : Feb 1, 2022, 6:02 PM IST

છોટા ઉદેપુર: ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા છોટા ઉદેપુર જિલ્લામાં 40 લાખના ખર્ચે આદિવાસીની સંસ્કૃતિ (Tents of tribal culture)મૂજબના વાસના બંબુ માંથી ઝૂંપડા બનાવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લિંડા ગામના(Linda village of Naswadi taluka) તળાવ પાસે જંગલની વચ્ચે ગુજરાત પ્રવાસન વિભાગ( Gujarat Tourism Department ) દ્વારા 40 લાખના ખર્ચે 1 લાખ સ્કવેર ફૂટની જગ્યામાં વાંસના બંબુનું ઝૂંપડુ અને આદિવાસી સંસ્કૃતિ મુજબના કાચા ઝૂંપડા (Raw huts of tribal culture)બનાવવામાં આવતાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું.

વાસના બંબુ માંથી ઝૂંપડા

પ્રવાસીઓને રહેવાની સગવડ

નસવાડી તાલુકામા પ્રથમ વાર પ્રવાસન વિભાગે લિંડા નજીક આવેલ તળાવ પાસે જંગલની વચ્ચે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આદિવાસી વિસ્તારના ગામડાઓ હોય છે તે મુજબના લિંડા ગામે એક ગામ બનાવવામાં આવ્યું છે. આ ગામમાં પ્રવાસીઓને રહેવાની સગવડ ધરાવતાં ઘાસ અને વાંસના બાંબુ માંથી કચ્છના રણના ભૂગાર જેવા 5 જેટલાં કાચા ઝૂંપડા (ટેન્ટ) બનાવવામાં આવ્યા છે.

ઝૂંપડાની ભીંત ઉપર પીઠોરાના ચિત્રો

આદિવાસી વિસ્તારના કાચા ઝૂંપડાબનાવવામાં આવે છે. તેવા ઝૂંપડા પણ બનાવવામા આવ્યા છે તે ઝૂંપડાની ભીંત ઉપર પીઠોરાના ચિત્રો તેમજ વારલી પેઇન્ટિંગ દોરવામા આવ્યા છે.

આ પણ વાંચોઃ Chhota Udepur: આદિવાસી સમાજમાં અનોખો રિવાજ, જાણો શું છે ગામ સાંઈ ઇન્દ ?

વાસના બંબુના ઝૂંપડા

જયારે ડાંગ વિસ્તારમા વાસના બંબુના ઝૂંપડા હોય છે તે રીતના વાસના બંબુના મકાન બનાવવામાં આવ્યા છે. જયારે લગ્ન પ્રસંગ માટેનું નાનું ગ્રાઉન્ડ બનાવવામા આવ્યું છે અને સાઉન્ડ સિસ્ટમ લગાવવામા આવ્યું છે. જુના જમાનામા ગામડાઓમાં જે રીતે સજાવતા હતા તે જ રીતના હાલ લિંડા ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્રારા કેન્દ્ર સરકારની યોજનામાંથી પ્રવાસીઓને રહેવાની સુવિધા સાથે ગામડુ બનાવવમાં આવ્યું છે. આ ગામડામાં બળદ ગાડું દુધાળા પશુ, સસલા, બતક તેમજ તાંબાના વાસણો અને ફાનસ જેવી જુના જમાનાની જેમ અલગ અલગ વસ્તુઓ મુકવામાં આવી છે. આ જગ્યા પસંદ કરવા પાછળ સરકારનો મુખ્ય હેતુ એ છે કે નર્મદા ડેમ ફરવા આવતા પ્રવાસીઓ લિંડા ખાતે પણ પ્રવાસીઓ આવે તેવો સરકારનું પ્રયાસ છે.
આ પણ વાંચોઃ આદિવાસીઓની ઓળખ સમુ તીર કમાન, ગૃહ સુશોભન તરીકે પણ લેવાય છે ઉપયોગમાં

Last Updated : Feb 1, 2022, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.