ETV Bharat / state

Tribal Tradition : 70 વર્ષે આવ્યો "કાહટી" કાઢવાનો અવસર, આદિવાસી સમાજની અનોખી પરંપરા - ગામ ચોખ્ખું કરવાની વિધિ

આજના આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજના લોકો આદિ અનાદિ કાળથી ચાલી આવતી પરંપરાનું સંરક્ષણ અને સંવર્ધન કરી રહ્યા છે. આદિવાસી સમુદાયમાં ગામ ચોખ્ખું કરવા "કાહટી" કાઢવાની અનોખી પરંપરા છે. જેમાં અનોખી વિધિ દ્વારા ગામમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં આવે છે.

Tribal Tradition
Tribal Tradition
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 3, 2024, 10:12 AM IST

આદિવાસી સમાજ દ્વારા "કાહટી" કાઢવાની અનોખી પરંપરા

છોટાઉદેપુર : જે સમાજનો સાંસ્કૃતિક ઇતિહાસ હોય છે, એ સમાજનું સવિશેષ મહત્વ હોય છે. આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતો આદિવાસી સમાજ આવો જ સાંસ્કૃતિક ઇતિહાસ ધરાવે છે. આદિ અનાદિ કાળથી ચાલી આવતી પરંપરા અને સાંસ્કૃતિક ઇતિહાસ ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ સદીઓ જૂની પરંપરાને આજે પણ બખૂબી નિભાવી રહ્યાં છે. આવી જ એક અનોખી પરંપરા ગામ ચોખ્ખું કરવા "કાહટી" કાઢવાની છે. જુઓ ETV BHARAT નો વિશેષ અહેવાલ

છોટાઉદેપુરનો આદિવાસી સમાજ : છોટાઉદેપુરના ઝોઝ પાસે આવેલાં ઓડ ગામમાં 70 વર્ષ પૂર્વે દેવોની પેઢી બદલવામાં આવી હતી. ત્યારે 70 વર્ષ બાદ ફરી દેવોની પેઢી બદલવાનું ગામ લોકો નક્કી કરી, દેવોની પેઢી બદલવાની તૈયારીના ભાગરૂપે કાહટી કાઢી ગામ ચોખ્ખું કરવાની વિધિ યોજે છે. જેમ અન્ય સમાજમાં ધાર્મિક વિધિ-વિધાન માટે બ્રાહ્મણ હોય છે, તેમ આદિવાસી સમાજની ધાર્મિક ક્રિયાઓ પણ પૂંજરા અને બળવા દ્વારા કરવામાં આવતી હોય છે.

ઓડ ગામના લોકોએ ગાઠિયા ગામના જુવાનસિંહ બળવા પાસે પોડી જોવડાવી હતી. જેમાં ફેબ્રૂઆરી મહિનાની 7 તારીખે બુધવારના રોજ ઇન્દ માંડવાની તારીખ આપતા સવા મહિના પહેલા ગામ ચોખ્ખું કરવા કાહટી કાઢવામાં આવી હતી.

કાહટી કાઢવાનો ઈતિહાસ : આદિવાસી સમાજની માન્યતા મુજબ ગામના પશુ પંખીઓમાં રોગ દેખાય, ગામમાં ઝગડા થતા હોય, જંગલમાં રહેતા જંગલી જાનવરો બરાડા પડતાં હોય તો મોટી ઉંમરના આગેવાનો ગામમાં કંઈક ઉપાધિ આવી છે તેવું અનુમાન લગાવે છે. ગામના દેવો અને પૂર્વજોને રાજી કરવા પડશેની વાત ગામ લોકો સમક્ષ મૂકે છે. ગામના તમામ લોકો સહમતી આપે તો ગામમાંથી કજીયા, કંકાસ અને રોગ ભગાડવા માટે કાહટી કાઢવામાં આવે છે.

કાહટી કાઢવાની અનોખી વિધિ : કાહટી કાઢવાની રાત્રે ગામના પ્રત્યેક ઘરેથી એક મુઠ્ઠી ધાન તેમજ ભાગેલા તૂટેલા હાંડલા, ટોપલા, સાવરણી ઉઘરાવવામાં આવે છે. ગામમાં સ્થાપિત દેવોના દરેક આયખા પાસેથી એક ચપટી માટી લાવવામાં આવે છે અને ગામના દેવના સામે કામળીથી ઘાયના રૂપી કથા કરી દેવોને આમંત્રણ આપવામાં આવે છે. મધ્યરાત્રીના બે વાગ્યે બકરીનું દૂધ અને ગામમાંથી ઉઘરાવેલા દાણાને ગામના પ્રત્યેક દાણા નાખી ઝાડવા માટે ટુકડી બનાવી ગામમાં મોકલવામાં આવે છે.

શાંતિ અને સુખાકારીની પ્રાર્થના : ગામના દરેક ફળિયાના ઝાડવા ગયેલી ટુકડી પૂજાવિધિના સ્થાને પરત આવી જાય ત્યારે બકરા અને મરઘાંને ઝાડો લેવડાવવામાં આવે છે. ફાટેલા તૂટેલા હાંડલા, ટોપલા, સૂપડાં, સાવરણીને એક લાંબા વાંસના લાકડામાં પરોવી વહેલી સવારે પાંચ વાગે કુલ્લા કરતાં કરતાં કાહટી કાઢી ગામના સીમની બહાર મૂકી આવવામાં આવે છે.

સદીઓ જૂની પરંપરા : આ સદીઓ જૂની પરંપરા વિશે ઓડ ગામના પૂર્વ સરપંચ જંગુભાઈ રાઠવા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, અમારા ગામમાં 70 વર્ષ પૂર્વે દેવોની પેઢી બદલવામાં આવી હતી તેવું અમારા વડીલો દ્વારા જાણવા મળ્યું છે. આ વર્ષે ગામમાં આવેલા 30 જેટલા દેવોના આયખાના ખુટડા અને દેવોના ઘોડા બદલવાનું ગામ લોકો નક્કી કરતા અમારા ગામમાં વસતા 280 જેટલા પરિવારોએ પ્રત્યેક ઘર દીઠ 3,500 રૂપિયાનો ફંડ ફાળો એકત્રિત કરતા 10 લાખના ખર્ચે દેવોની પેઢી બદલી દેવોના લગ્ન લેવાનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે આજે અમારા ગામને ચોખ્ખું કરવા ઉતારો કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે.

  1. Tribal Tradition: 10 દિવસની પૂજા અને 10 લાખના ખર્ચે દેવોના ધામધૂમપૂર્વક લગ્ન થયા, પુનિયાવાંટના આદિવાસીઓની સદીઓ જૂની પરંપરા
  2. અહીંના લોકો દેવ દિવાળીથી લઈને હોળી સુધી મનાવે છે તહેવાર, આદીવાસી સમાજની અનોખી પરંપરા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.