સંમેલનમાં દસથી બાર જેટલા રાઠવા સમાજના લોકો ભેગા થયા હતા અને પોતાની વેશભૂષા અને નૃત્ય કરતા નજરે પડ્યા હતા. સંમેલનમાં તમામ નેતાઓ જેમકે રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવા, સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય સુખરામ રાઠવા, માજી ધારાસભ્ય જયંતીભાઇ રાઠવા, જશુ ભાઈ રાઠવા, રણજીતભાઈ રાઠવા એક મંચ પર જોવા મળ્યા હતા અને તમામે પોતાના સમાજને એકસાથે ભેગા મળી ઉદ્ભભવેલ પ્રશ્ન બાબતે સમજ આપી હતી અને સમાજ માટે ઠેઠ સુધી લડત લડી લેવા જણાવ્યું હતું .
રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવાએ જણાવ્યું કે, 1950, 1960, 1970, 1982, 1986 સમય દરમ્યાન આ છોટાઉદેપુર જિલ્લો વડોદરા જિલ્લો હતો અને એ વડોદરા જિલ્લાની અંદર વસતા રાઠવા, રાઠવા કોળી ,કોળી, કોલચા, આ તમામ લોકોને દાખલા એ વખતે વડોદરા જિલ્લા પંચાયત હતી ત્યારે આપવામાં આવેલ હતા.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન પોલીસ ખડે પગે જોવા મળી હતી. તમામ લોકો રેલી સ્વારૂપે જિલ્લા સેવાસદન પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. હવે આગામી દિવસોમાં કૉર્ટમાં શું થાય છે તે જોવાનુ રહ્યું.