ETV Bharat / state

બોડેલી ખાતે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ઓળખ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુરમાં જિલ્લાના બોડેલીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પેજ સમિતિના સદસ્યોને ઓળખ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સી.આર.પાટીલ
સી.આર.પાટીલ
author img

By

Published : Feb 7, 2021, 12:10 PM IST

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ બોડેલી પહોંચ્યા
  • સેવા સદનથી જંગી બાઈક રેલી સાથે સભા સ્થળે પહોંચ્યા
  • જિલ્લાના પેજ સમિતિના સદસ્યોને કાર્ડનું વિતરણ કર્યું
  • રેલી અને કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા

છોટાઉદેપુર : જિલ્લાના બોડેલીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પેજ સમિતિના સદસ્યોને ઓળખ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ બોડેલી પ્રવેશતા જ તાલુકા સેવા સદન પાસેથી જંગી બાઈક રેલી સાથે કાર્યકમમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓનું ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

6 તાલુકા પંચાયતોની ચૂંટણી જીતવનો દાવો

જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત બેઠકો જીતવા માટે કાર્યકર્તાઓ દ્વારા 32 જિલ્લા પંચાયતના પ્રતીક રૂપે સી.આર.પાટીલને હાર પહેરાવામાં આવ્યો હતો.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પેજ સમિતિના સદસ્યોને ઓળખ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાબતે સી.આર.પાટીલએ છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતોની ચૂંટણી જીતવનો દાવો કર્યો હતો.ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે, આ વખતે ચૂંટણીની ટિકિટ ફાળવણી માટે નિયમ બદલ્યા છે. 60 વર્ષથી ઉપરના લોકોને પણ ટિકિટ આપવામાં નહીં આવે.છોટાઉદેપુર જિલ્લાની 32 પંચાયતની બેઠકો હાંસલ કરવા કાર્યકરોને અનુરોધ કર્યો હતો.

સી.આર.પાટીલ
સી.આર.પાટીલ

સ્ટેજ પર નેતાઓ માસ્ક વગર નજરે પડ્યા

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બોડેલીમાં પ્રવેશતા જ નગરમાં એક બાઈક રેલી નિકળી અને ત્યારબાદ સભા સ્થળે જંગી જનમેદની સામે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સી.આર.પાટીલ, પ્રધાન બચુ ખાબડ, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રશ્મિકાંત વસાવા સહિતના નેતાઓ માસ્ક વિના જોવા મળ્યા હતા. કોરોનાના નિયમોના ધજાગરા ઉડયા તો બીજી તરફ સામે ખુલ્લા તડકામાં બેસેલા કાર્યકર્તાઓમાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ જોવા મળ્યો હતો. એટલું જ નહિ પરંતુ કાર્યકર્તાઓ માટે કરાયેલી જમવાની વ્યવસ્થામાં તો જાણે લોકોની સુનામી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

કાર્ડ વિતરણનો કાર્યક્રમ
પવનના કારણે મંડપના ટેન્ટ ઉડ્યા આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવાનું શરૂ કરી દીધું છે. જોકે ચૂંટણીની ગરમીમાં નેતાઓ કોરોનાના નિયમોને નેવે મૂકી રહ્યા છે. બોડેલીના શિરોલાવાલા શાળા ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પેજ સમિતિના સદસ્યોને ઓળખ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટ્યા હતા.

ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ તેમજ કાર્યકર્તાઓ માસ્ક વગર નજરે પડ્યા

ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ બોડેલીમાં પ્રવેશતા જ તાલુકા સેવા સદન પાસેથી જંગી બાઈક રેલી નીકળી હતી. જેમાં બાઈક રેલી સાથે સાથે સી.આર પાટીલ તેમજ તેમના કાર્યકર્તાઓ માસ્ક વગર ખુલ્લી જીપમાં નજરે પડ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.