ETV Bharat / state

બોડેલીની ચલામલી પ્રાથમિક શાળાનાં ઓરડા ધરતીકંપ વગર ધ્રૂજતી હાલતમાં - શિક્ષણ સમાચાર

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી તાલુકામાં આવેલા ચલામલી ગામે બનાવેલી નવીન શાળાનાં પ્રથમ મજલાનાં સ્લેબમાં તકલાદી કામ કરવામાં આવતાં સ્લેબ ધરતીકંપની માફક ધ્રૂજી રહ્યો છે. આ અંગે શાળાનાં શિક્ષકો તેમજ વાલીઓ દ્વારા લાગતા વળગતા અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.

બોડેલીની ચલામલી પ્રાથમિક શાળાનાં ઓરડા વગર ભૂકંપે ધરતીકંપની માફક ધ્રૂજે છે!

author img

By

Published : Jan 31, 2021, 9:44 AM IST

  • કોઈક દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ ?
  • શાળામાં હલકી કક્ષાની કામગીરી થઈ હોવાનું ગ્રામજનોમાં ચર્ચા
  • ઓરડા બાબતે રજૂઆત કરાતાં અધિકારીઓએ સ્થળ પર પહોંચીને તપાસ કરી

છોટાઉદેપુર: બોડેલી તાલુકાનાં ચલામલી ગામે રૂપિયા 50 લાખનાં ખર્ચે તૈયાર કરાયેલી પ્રાથમિક શાળાનું ત્રણ વર્ષ અગાઉ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શાળામાં પાંચમાં ધોરણ માટે ફાળવેલ રૂમમાં બાળકો બેસીને અભ્યાસ કરતા હતા. જોકે, નવી તૈયાર કરાયેલી શાળાનાં પ્રથમ મજલાનાં સ્લેબમાં તકલાદી કામ કરવામાં આવ્યું હોવાથી સ્લેબ ધરતીકંપની માફક ધ્રૂજી રહ્યો છે

હાલ શાળામાં ગ્રામ પંચાયતની ઑફિસ કાર્યરત

હાલ કોરોનાની સ્થિતિને લઈને શાળાઓ બંધ હોવાથી અને ચલામલી ગ્રામ પંચાયત ઑફિસનાં રિનોવેશનનું કામ ચાલુ હોવાથી પંચાયત ઑફિસને હાલ પૂરતી શાળામાં શિફ્ટ કરવામાં આવી છે. પંચાયતનાં કામકાજ અર્થે આવતા લોકો પણ જ્યારે ઑફિસમાં પગ મૂકે ત્યારે જ જાણે ધરતીકંપ થયો હોય તેવો એહસાસ કરી રહ્યાં છે. જે બાબતની જાણકારી શાળાના શિક્ષકોને લોકોએ જણાવી હતી. જેથી શિક્ષકોએ તેમની ઓફિસમાં આ બાબતે રજુઆત કરી હતી. જેની શિક્ષણ વિભાગ દ્વારા ચકાસણી પણ કરવામાં આવી છે. જે શાળાનાં ઓરડામાં બાળકો શિક્ષણ મેળવવા બેસતા હોય તે ઓરડાની આ પ્રકારની પરિસ્થિતિથી વાલીઓમાં પણ ડર ઉભો થયો છે.

બોડેલીની ચલામલી પ્રાથમિક શાળાનાં ઓરડા વગર ધરતીકંપે ધ્રૂજતી હાલતમાં

આ બાબતની ખરાઈ કરવા ઈટીવી ભારતની ટીમ પહોંચી હતી શાળા પર

આ બાબતની ખરાઈ કરવા ઇટીવી ભારતની ટીમ સ્કુલના ઓરડામાં પહોંચી તો ઓરડામાં પગ મૂક્તા જ કંપન થતું હોય તેવો એહસાસ થયો હતો. ગામનાં એક વ્યક્તિએ પાણીની બોટલ મૂકીને કેટલું કંપન થાય છે તે બતાવવાનો પ્રયાસ કર્યો હતો. રૂમમાં ચાલતા જ બોટલનું પાણી જાણે ધરતીકંપ થયો હોય તેમ હલવા લાગ્યું હતું. તો તેની બાજુમાં મુકેલ ખુરશી પણ તેની જગ્યાએથી સરકવા લાગી હતી. એ જ બોટલને બહારનાં ભાગે લઇ જઇને બીજા સ્લેબ પર મૂકીને ત્યાં ચાલતા બોટલનું પાણી જરા પણ હલતું ન હતું. એટલે કે જે રૂમ બાળકોને બેસવા માટે બનવવામાં આવ્યો છે. તેમાં હલકી કક્ષાની કામગીરી થઈ હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

50 લાખનાં ખર્ચે બનાવેલી શાળામાં 300થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

ચલામલી ગામે આ શાળાને બનાવવા માટે સરકાર દ્વારા અંદાજિત 50 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં 300થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. પરંતુ, તકલાદી કામ કરવામાં આવતા ગ્રામજનો તેમજ વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે . હાલમાં તો શાળા બંધ છે, પણ જો શાળાઓ ચાલુ કરવાનો આદેશ કરવામાં આવે અને કોઈ અઘટિત ઘટના ન બને તે પહેલા કામગીરી કરી લેવામાં આવે તેવી માંગ વાલીઓ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, શાળાનાં શિક્ષકો અને વાલીઓએ પણ શાળાનાં ઓરડાની કથળતી સ્થિતિને લઈને લાગતા વળગતા અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જેની અધિકારીઓ સ્થળ તપાસ પણ કરી ગયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

શું કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાશે?

વધુ પૈસા કમાવવાની લાલચમાં કોન્ટ્રાક્ટરે જે નબળી કામગીરી કરી છે, તેનાં કારણે શાળામાં અભ્યાસ કરતા 300થી વધુ બાળકોનાં જીવ જોખમમાં મુકાયા છે. પોતાના ખિસ્સાં ભરવાની લાલચમાં આ રીતે હલકી ગુણવત્તાની કામગીરી કરીને બાળકોનાં જીવને જોખમમાં મૂકનાર કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવહી થશે કે પછી સમગ્ર ઘટના પર પાણી ફેરવી દેવાશે? આ મુદ્દો હાલ ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.