ETV Bharat / state

Kavitha Gram Panchayat: અભિનેત્રી એશ્રા પટેલ સહિત 12 લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ

અભિનેત્રી એશ્રા પટેલ (actress aeshra Patel) સહિત 12 લોકો સામે એટ્રોસિટી એક્ટ મૂજબ પોલીસ ફરિયાદ (police complaint against aeshra patel) નોંધાઇ હતી. એશ્રા પટેલ સંખેડા તાલુકાના કાવિઠા ગ્રામ પંચાયત (Kavitha Gram Panchayat)ના સરપંચ પદના ઉમેદવાર હતા. એશ્રા પટેલ સહિત 12 લોકો સામે જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલવાનો અને જાનથી મારી નાંખવાનો આરોપ છે.

Kavitha Gram Panchayat: અભિનેત્રી એશ્રા પટેલ સહિત 12 લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ
Kavitha Gram Panchayat: અભિનેત્રી એશ્રા પટેલ સહિત 12 લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ
author img

By

Published : Dec 20, 2021, 11:05 PM IST

છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવિઠા ગ્રામ પંચાયત (Kavitha Gram Panchayat)ના સરપંચ પદના ઉમેદવાર મોડેલ એશ્રા પટેલ સહિત 12 લોકો સામે એટ્રોસિટી એક્ટ મૂજબ પોલીસ ફરિયાદ (police complaint against aeshra patel) બાબતે છોટા ઉદેપુર DySP જે.જી. ચાવડાએ આપ્યું નિવેદન છે. સંખેડાના કાવિઠા ગામે ગઈકાલે સરપંચ પદની ચૂંટણી યોજાઇ હતી, જેમા સરપંચ ઉમેદવાર તરીકે 4 જેટલી મહિલાઓએ ઉમેદવારી કરી હતી. મોડેલ અભિનેત્રી એશ્રા પટેલ (actress aeshra Patel) પણ સરપંચ પદના ઉમેદવાર હતા. ગઈકાલે સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ ગતરાત્રીએ મતદાન મથકે બબાલ થઈ હતી.

ફરિયાદીને ગાળો બોલવામાં આવી હતી

આ બાબતે હરીફ ઉમેદવારના એજન્ટે સંખેડા પોલીસ સ્ટેશન (sankheda police station)માં ફરિયાદ નોંધાવી હતી, જેને લઇને સરપંચ પદના ઉમેદવાર એશ્રાબેન નરહરીભાઈ પટેલ, નરહરીભાઈ ભગવાનભાઈ પટેલ, રૂપેશભાઈ ગોવિંદભાઈ પટેલ, વિપુલભાઈ જશભાઇ પટેલ, સચિનભાઈ અનિલભાઈ પટેલ, કૃષ્ણકાંતભાઇ લક્ષ્મણભાઈ પટેલ, મીનાક્ષીબેન નરહરિભાઈ પટેલ, શૈલેષભાઈ મોહનભાઈ પટેલ, મહેશભાઇ જેશિંગભાઈ રબારી, સુભાષભાઈ મોહનભાઈ પટેલ, સરદારસિંહ ફતેસિંહ સોલંકી અને પ્રવિણસિંહ જયસિંહ સોલંકી (કાવિઠા)એ ગેર કાયદેસર મંડળી બનાવી એક સંપ થયા હતા. ત્યારબાદ ફરિયાદી પાસે આવી ગમે તેવી ગાળો બોલી હતી.

જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલ્યા

એટલું જ નહીં, તેમણે ફરિયાદીને જાતિ વિષયક અપમાનજનક શબ્દો (racially abusive words) બોલ્યા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ફરિયાદીને જાહેરમાં અપમાનજનક શબ્દો બોલ્યા હતા. જેને લઇને ઇ. પી. કો કલમ 143,147, 149, 504, 506(2) તથા એટ્રોસિટી એકટ કલમ 3 (1) એન.આર.એસ. મૂજબ સંખેડા પોલીસ સ્ટેશનમાં મોડેલ અભિનેત્રી એશ્રા પટેલ સહિત 12 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે છોટાઉદેપુરના DySP જે.જી. ચાવડાએ મીડિયાને જણાવ્યુ હતું કે, કાવિઠા ગામના 12 જેટલા ઈસમો સામે ફરિયાદ સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ અંગેની હાલ તાપસ ચાલી રહી છે, હજી સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

આ પણ વાંચો: દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાંથી પીધેલ હાલતમાં ચૂંટણી કર્મી ઝડપાયો

આ પણ વાંચો: Porbandar Gram Panchayat Election: પ્રીસાઈડિંગ અધિકારીની ભૂલના કારણે સોમવારે ફરીથી ચૂંટણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.