આ સદર ઓપરેશનમાં આતંકીઓ દ્વારા ગોળીબાર દરમિયાન બે સાથીઓને ગોળી વાગી હતી. જેથી બંને સાથીઓને બચાવવા માટે લિલેશે સતત કવર ફાયરિંગ કર્યું હતું. તેમજ આતંકીવાદીઓને ઠાર કર્યા હતા. ત્યારે ગત 15મી ઓગસ્ટના શોર્ય ચક્રથી સન્માનિત શૂરવીરોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લિલેશ રાઠવાનું નામ પણ શામેલ હતું.
લિલેશ રાઠવાને 19 માર્ચના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે શોર્યચક્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે લિલેશ રાઠવા ટ્રેન દ્વારા પોતાના માદરે વતન પહોંચ્યા હતા, ત્યારે રેલ્વેસ્ટેશન પર મોટી સંખ્યામાં ગ્રામજનો આવી પહોંચ્યા હતા. સાથે જ લિલેશ રાઠવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ઘોડા પર બેસાડીને ઢોલ નગારા સાથે ખુશી મનાવવામાં આવી હતી.