- ગ્રામ વિકાસ પ્રધાન બચુ ખાબડના હસ્તે શુભારંભ
- સદર યોજનાથી ખેડૂતોને દિવસે વીજળી મળતા લાભ થશે
- છોટાઉદેપુર જિલ્લામાં 132 ગામોને લાભ થશે
છોટાઉદેપુરઃ આજે રવિવારે સવારે 11 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રધાન બચુ ખાબડ, સાંસદ ગીતા રાઠવા તેમજ ભાજપના અન્ય હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં કિસાન સૂર્યોદય યોજના શુભારંભ કરવામાં આવ્યો હતો.
યોજનાથી મળનારા લાભો
તકનીકી કારણો સર ખેતીવાડી વીજ જોડાણમાં રાત્રીના સમયે જ વીજળી આપી શકાતી હતી. જેથી ખેડૂતોને રાત્રે ઉજાગરા કરવા પડતા હતા અને કડકડતી ઠંડીનો સામનો કરવો પડતો હતો. આ ઉપરાંત જંગલી જાનવરો તેમજ ઝેરી જીવાત કરડવાનો ભય રહેતો હતો. જેથી આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કિસાન સૂર્યોદય યોજના બનાવવામાં આવી છે. આ યોજનાથી ખેડૂતોને દિવસે વીજળી મળશે. જેથી ખેડૂતોનું ખેત ઉત્પાદન વધશે અને ખેડૂત સમૃદ્ધ બનશે.
છોટાઉદેપુર જિલ્લામાં 132 ગામોને લાભ થશે
આ યોજનાથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના 37, સંખેડા તાલુકાના 13, કવાંટ તાલુકાના 27, છોટાઉદેપુર ટાલિકાબના 14 તેમજ પાવીજેતપુરના 9 ગામોને લાભ થશે.