છોટાઉદેપુરઃ ગુજરાત વિધાનસભાના વરિષ્ઠ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ (Mohansinh Rathwa senior leader of Chhotaudepur Congress) આ વખતે ચૂંટણી (Gujarat Assembly Election 2022) ન લડવાની જાહેરાત (Mohansinh Rathva declaration for Election)કરી છે. આ સાથે જ કૉંગ્રેસને એક પછી એક બીજો ફટકો પડ્યો છે. મોહનસિંહ રાઠવાએ 11 ટર્મમાં ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી 10 વખત વિજેતા બનવાનો તેમનો રેકોર્ડ રહ્યો (MLA Mohan Singh Rathwa who won the most number of elections) છે.
મારા પરિવારના સભ્યને ટિકિટ મળે તેવી કોઈ લાગણી નથી - મોહનસિંહ રાઠવાએ આ અંગે જણાવ્યું હતું કે, મારા પરિવારના સભ્યને જ ટિકિટ મળે એવી મારી કોઈ લાગણી નથી. તેઓ ગુજરાત વિધાનસભાના 182 ધારાસભ્યો પૈકીના સતત 10 વખત વિધાનસભાની ચૂંટણી જીતીને ધારાસભ્ય રહી ચૂક્યા છે. જોકે, સૌથી સિનિયર (MLA Mohan Singh Rathwa who won the most number of elections) અને 79 વર્ષીય ધારાસભ્ય મોહનસિંહ રાઠવા ચૂંટણી ન લડવાની જાહેરાત (Mohansinh Rathva declaration for Election) કરી છે.
આ પણ વાંચો- Congress Executive Meeting: આ વખતે કૉંગ્રેસ જીતશે આટલી બેઠક, પાર્ટીએ લીધો સંકલ્પ
સૌથી લાંબા સમય સુધી ધારાસભ્યપદે રહેવાનો છે રેકોર્ડ - ગુજરાત વિધાનસભામાં એક એવો નિયમ છે કે, કોઈ ધારાસભ્યને પ્રશ્ન પૂછવા કે પ્રવચન કરવા ઈચ્છતા હોય. તેઓને તેમની બેઠક પરથી ઊભા થઈને પ્રવચન કરવાનું હોય છે. આ નિયમ મુખ્યપ્રધાન અને વિરોધ પક્ષના નેતાને પણ લાગુ પડે છે, પરંતુ 14મી વિધાનસભામાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને બેઠાં બેઠાં બોલવાની કાયમી માટે છૂટ મળી છે. છોટાઉદેપુર મત વિસ્તારમાંથી સતત 10 ટર્મથી ચૂંટાતા મોહનસિંહ રાઠવા વિધાનસભામાં લાંબા સમય સુધી ધારાસભ્યપદે રહેવાનો રકોર્ડ કર્યો છે.
આ વિધાનસભામાં રહ્યા હતા ધારાસભ્ય - મોહનસિંહ રાઠવા 1972-74ની ચોથી વિધાનસભા, 1975-80ની પાંચમી વિધાનસભા, 1980-85ની છઠ્ઠી વિધાનસભા, 1985-90ની સાતમી વિધાનસભા, 1990-95ની આઠમી વિધાનસભા, 1995-97ની નવમી વિધાનસભા, 1998-2002ની દશમી વિધાનસભા, 2007-2012ની બારમી વિધાનસભા, 2012-2017ની તેરમી વિધાનસભા, 2017-2022ની ચૌદમી વિધાનસભા સુધી સતત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા (MLA Mohan Singh Rathwa who won the most number of elections) છે. જોકે, વર્ષ 1975ની વિધાનસભાની ચૂંટણીમાં તત્કાલીન મુખ્યપ્રધાન સ્વ. ચીમનભાઈ પટેલને હરાવીને ખાસ પ્રખ્યાત બન્યા હતા. જ્યારે અગિયારમી વિધાનસભા 2002ની ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા.
આ પણ વાંચો- કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક, શું હાર્દિકને નરેશ પટેલને લઈને આ ભય હતો ?
10 વખત બન્યા ધારાસભ્ય - ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ (Mohansinh Rathwa senior leader of Chhotaudepur Congress) આ અંગે જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 1972થી સતત 11 ટર્મથી ચૂંટણી લડ્યા છે, જેમાં 10 વખત તેઓ ચૂંટણી જીત્યા છે. જોકે, હવે છોટાઉદેપુર જિલ્લાના ગામેગામ ફરી શકે અને બધાનાં પ્રશ્નો રજૂ કરી ઉકેલી શકે. તેમ જ લોકોના કામોનો નિકાલ લાવી શકે તેવા યુવાનને તક આપવામાં આવે એટલે તેમણે ચૂંટણી ન લડવાની જાહેરાત (Mohansinh Rathva declaration for Election) કરી છે.
મોહનસિંહના પૂત્ર ચૂંટણીના મેદાને ઝંપલાવે તેવી ચર્ચા - મોહનસિંહ રાઠવાએ વધુમાં જણાવ્યું હતું કે, મારા પરિવારના સભ્યમાંથી જ ટિકિટ મળે એવી મારી કોઈ લાગણી નથી. છોટાઉદેપુર, જેતપુર, પાવી અને બોડેલી તાલુકાના મતદારોને જેના ઉપર લાગણી હોય તેવા યુવાન ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ. બીજી તરફ તેમના પૂત્ર રાજેન્દ્રસિંહ રાઠવા પણ ચૂંટણી લડવા મેદાનમાં ઉભા થાય તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે.