- છોટાઉદેપુરના પાવીજેતપુરની ઘટના, આડાસંબંધોએ બે પરિવારને ઉજાડ્યાં
- શિક્ષકનો પરિવાર અને હત્યારાઓનો એમ બે પરિવારના બાળકો નિરાધાર બન્યાં
- મૃતકના 3 સંતાન અને આરોપીઓના 4 સંતાને પિતાની છત્રછાયા ગુમાવી
છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના બાર ગામ નજીક જંગલમાં ચૂલીડેમ પ્રાથમિક શાળાના શિક્ષક રમેશ રાઠવાનો મૃતદેહ મળ્યો હતો. બનાવ અંગે પ્રથમ કદવાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી, પરંતુ પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં રમેશ તડવીની હત્યા ( Murder ) થઈ હોવાનો ખુલાસો થયો. કેસની પોલીસ તપાસમાં ચોકાવનારા ખુલાસા થયાં હતાં.
આડાસંબંધોનો ખેલ
મૃતક શિક્ષક રમેશ તડવીનો સવિતા રાઠવા સાથે પ્રેમ સંબંધ હતો. ભૂતકાળમાં આ પ્રેમ સંબંધની જાણ રમેશ તડવીની પત્નીને થતાં જે તે સમયે સંબંધનો અંત આવ્યો હતો પરંતુ છેલ્લા બે મહિનાથી ફરી મૃતક રમેશ તડવી પ્રેમિકા સાથે સંપર્ક બનાવવાની કોશિશ કરતાં ખૂની ખેલનો કારસો ઘડાયો. સવિતાએ તેના પતિ રૂપસિંગ રાઠવા સાથે મળી કાવતરું ઘડ્યું અને રમેશ તડવીને બાર ગામ નજીક જંગલમાં મળવા માટે બોલાવ્યો જ્યાં પતિપત્નીએ રમેશ તડવીને માથામાં પથ્થર મારી ( Murder ) તેનું ઢીમ ઢાળી દીધું હતું.
ફોન કોલે આરોપી સુધી પહોંચી પોલીસ
હત્યાની ( Murder ) સનસનીખેજ ઘટનામાં પોલીસે ફોન કોલના આધારે સવિતાની ધરપકડ કરી જેની પૂછપરછ ચાલી જ રહી હતી. દરમિયાન હત્યાના આરોપમાં પતિ રૂપસિંગનું પણ નામ ખુલ્યું તેવામાં આરોપી રૂપસિંગની આત્મહત્યાના સમાચાર આવ્યાં. રૂપસિંગે પોતાના ગામે ઝાડ ઉપર ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું.
બંનેના બાળકો બન્યાં નિરાધાર
હાલ તો અવૈદ્ય પ્રેમસંબંધના કારણે બે લોકોના જીવ ગયાં, તો એક મહિલા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે. તેવામાં આરોપીઓના ચાર સંતાનો નિરાધાર બન્યાં છે.મૃતક શિક્ષક રમેશ તડવીના 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.તો આરોપીના 4 સંતાન પણ નોંધારા બની ગયાં છે.
આ પણ વાંચોઃ વડોદરા જિલ્લા પોલીસે બાળક અપહરણ કરનાર ગેંગને ગણતરીનાં દિવસોમાં પકડી પાડી
આ પણ વાંચોઃ ચીખલી કસ્ટોડિયલ હત્યા પ્રકરણમાં આરોપી PSI એમ.બી.કોકણીની ધરપકડ કરાઇ