- રાજ્યના પૂર્વપ્રધાન બાબરભાઈ તડવીનું વહેલી સવારે થયું નિધન
- કોરોના સંક્રમિત થતાં વડોદરામાં થઈ રહી હતી સારવાર
- ત્રણ ટર્મ ચૂંટણી જીત્યાં અને રાજ્યકક્ષાના પ્રધાન પણ રહ્યાં
છોટાઉદેપુરઃ બાબરભાઈ તડવીની રાજકીય સફરની વાત કરીએ તો 1990માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતાદળ પ્રથમ સંખેડા બેઠક જીત્યાં હતાં અને ત્યાર બાદ 1995 અને 1998માં કૉંગ્રેસમાંથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યાં હતાં અને તેઓ વર્ષીથી કૉંગ્રેસમાં સક્રિય હતાં. તેમ જ તેઓ નશા અને આબકારી વિભાગ અને આદિજાતિ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન પણ રહ્યાં હતાં.
- કૉંગ્રેસના અગ્રણીઓ તેમ જ કાર્યકર્તાઓ નિવાસસ્થાને પહોંચ્યાં
વડોદરામાં કોરોનાની સારવાર દરમિયાન આજે સવારે તેઓનું નિધન થયું હતું જેને લઈ ગ્રામજનો તેમ જ કૉંગ્રેસમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમના નિવાસસ્થાને સામાજિક આગેવાનો તેમજ કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકર્તાઓ પહોચ્યાં હતાં અને પરિવારને સાંત્વના પાઠવી હતી.