મળતી વિગતો મુજબ,છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ગામે આદિવાસી પરિવારનાંકુતરીયાભાઈ રાઠવાની દીકરીના લગ્ન હતા. જેમાં વિદાઈ સમયે કન્યાને રડતી જોઈ આવેશમાં આવી ગયેલા ગામનાં જ માજી સૈનિક અર્જુન રાઠવાએહવામાં ફાયરિંગ કર્યું હતું.ત્યારબાદ અર્જુન રાઠવાના હાથમાંથી બંદૂક ઝૂંટવી ગામના જ અન્ય યુવાન જુવાનસિંહ રાઠવાએ આડેધડ ફાયર કરવાનું શરૂ કરી દીધું હતું.
બાર બોરની બંદુક દ્વારા કરાયેલા ફાયરિંગમાં ગામની જ 2 મહિલાઓને ગોળી વાગી હતી. જેમાં ૩૫ વર્ષીય મેથલીબેનને ગુપ્તાંગના ભાગે ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા.
અચાનક થયેલા આ ફાયરિંગને કારણે કન્યાને લીધા વિના જ જાન પરત ફરી હતી. તો બીજી તરફ બંને ઈજાગ્રસ્ત મહિલાઓને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી મેથલીબેનની હાલત અત્યંત ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. આઘટનાના પગલે પોલીસે માજી સૈનિક સહિત બંને સામે ગુનો નોંધી મહિલાઓ પર ફાયરિંગ કરનાર યુવાન જુવાનસિંહને ઝડપી લીધો છે.