ETV Bharat / state

નસવાડી CCI કેન્દ્ર ખાતે કપાસની ખરીદી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં - naswadi news

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કપાસની ખેતી કરતા ખેડૂતોને હવે ફરી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કપાસના ટેકાનો ભાવ આપતી CCIએ કપાસની ખરીદી બંધ કરતા હવે જગતના તાતને આર્થિક મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે.

નસવાડી CCI કેન્દ્ર
નસવાડી CCI કેન્દ્ર
author img

By

Published : Jan 15, 2021, 6:29 PM IST

  • નસવાડી CCI કેન્દ્ર ખાતે ખરીદી બંધ કરતા ખેડૂતોને હાંલાકી
  • APMC પર નોટીસ મારી દેતા ખેડૂતોને ધરમ ધક્કા ખાવાનો વારો
  • કપાસને ખાનગી વેપારીઓને વેચવા માટે ખેડૂતો મજબૂર

છોટા ઉદેપુર : જિલ્લાના નસવાડી CCI કેન્દ્રમાં કપાસની ભારે આવક થતા કપાસની ખરીદની મર્યાદા 100 ગાંસડીઓ જ ખરીદ કરવાનું નક્કી કરવામા આવ્યું હતું. 100 ગાંસડીઓ માટે 500 કવિન્ટલ કપાસ CCI ખરીદી કરી રહી છે. જ્યારે રોજની 2500 ક્વિન્ટરલ કપાસની આવક હોય ખેડૂતો નવા નિયમ મુશ્કેલીમાં મૂકાયા છે. નવા નિયમ બાદ પણ ખેડૂતો કપાસ વેચવા માટે મોટી સંખ્યામા ભેગા થતા હોવાથી એપીએમસી કપાસ વેચવા આવનારા ખેડૂતોની નોંધણી શરૂ કરી છે. નોંધણીની શરૂઆત થતા લગભગ 1,100 ખેડૂતોએ નોંધણી કરાવી દીધી છે. જેમાં પણ ફક્ત 400 જ ખેડૂતોના કપાસની ખરીદી કર્યા બાદ ફરી CCIએ વાતાવરણમા માવઠાની આગાહીને લઈ 9થી 17 જાન્યુઆરીના રોજ કપાસની ખરીદી બંધ કરી હોવાની નોટીસ એપીએમસી પર મારી દેતા ખેડૂતોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

Naswadi CCI Center
APMC પર નોટીસ મારી દેતા ખેડૂતોને ધરમ ધક્કા ખાવાનો વારો

જગતનો તાત કપાસને ખાનગી વેપારીઓને આપવા મજબૂર

કુદરતી આફતો સહન કર્યા બાદ હવે જે કંઈ ખેતીની ઉપજ બચી છે, તેનું વળતર મેળવવા હવે જગતના તાત માટે મૂશ્કેલી સર્જાઈ છે. જે લોકોએ કપાસની ખેતી કરી છે, તે ખેડૂતોનો કપાસ પોતાના કાચા મકાનોમાં મૂકી રાખ્યો છે. તો કેટલાક ખેડૂતોએ ખેતરમાંથી કપાસ વિણી પણ નથી રહ્યા. CCIમાં ખરીદી બંધ થતાં કેટલાક ખેડૂતોને ઘર ચલાવવું પણ મૂશ્કેલ બન્યું છે. ખેડૂતો કપાસને ખાનગી વેપારીઓને આપી રહ્યા છે.

ખેડૂતોને ઘરમાં કપાસ સંગ્રહ કરવાની ફરજ પડી

ખેડૂતોએ કપાસની ખેતી કરવા મોંઘાદાટ બિયારણ નાખ્યા, કાળી મજૂરી કરીને તેમજ માવઠાનો માર ખાધા બાદ જે બચ્યું છે તેને ટેકાનો ભાવ 5,775 મળે તે માટે કપાસને પોતાના ઘરોમાં ઢગ મારીને મૂકી રાખ્યા છે પણ હવે જ્યારે CCIએ ખરીદી બંધ કરી દેતા ખેડૂતોની ધીરજ ખૂટી છે.

નસવાડી CCI કેન્દ્ર ખાતે કપાસની ખરીદી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં

કપાસની ખેતી કરતા ખેડૂત મુશ્કેલીમાં મૂકાયા

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ખાસ કરીને કપાસની ખેતી ખેડૂતો કરતા હોય છે, પણ હાલ તેમની હાલત કફોડી બની છે. આ વિસ્તારના ખેડૂતો માગ કરી રહ્યા છે, કે જલ્દીથી જલ્દી તેમનો માલ CCI દ્વારા ખરીદવામા આવે છે. એક તરફ સરકાર ખેડૂતને બમણી આવક મળે ખેડૂતો પ્રગતિશીલ બનવા તેવી વાતો કરી રહી છે, પણ હકીકત કઈક અલગ જ જોવાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.