છોટા ઉદેપુર: જિલ્લાના નસવાડી તાલુકાના પોથલીપુરા ગામે (Pothalipura village of Naswadi taluka )રહેતા રાજેશ ભાઈ ભીલ અને તેની પત્ની વિકલાંગ છે. તેઓને સરકારી કોઈ સહાયનો (Divyang Kalyan Yojana )લાભ મળતો ન હતો. જે અંગેની જાણ છોટા ઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબહેન પટેલને (Panchayat President Malka Bahan Patel)થઈ હતી. જેને લઈ તેઓ દશ દિવસ અગાઉ આ વિકલાંગ પરિવારના(Disability Assistance Scheme) ઘરે જઈને રૂબરૂ મળી ચર્ચા કરી હતી. સહાય આપવા માટેની ખાતરી આપી હતી.
દંપતિને સરકારી યોજનાનો લાભ
દસ દિવસના ટૂંકા સમયમાં વિકલાંગ પતિપત્નીના સર્ટી તેમજ એસ ટી બસ પાસ અને સમાજ સુરક્ષા ખાતાની માસિક સહાય મંજૂર કરાવીને પ્રમુખ જાતે પોથલીપુરા ગામે પોહચ્યાં હતા. વિકલાંગ પરિવારને રૂબરૂ મળી સહાયના ઑર્ડર અને સર્ટિફિકેટ આપ્યા છે. સાથે વિકલાંગ પરિવારને સિલાઇ મશીન અને જે કઈ મદદ સરકારલક્ષી યોજના થકી છે. તે તમામ આપવાનું જણાવ્યું છે.
આ પણ વાંચોઃ Farmer Smartphone Subsidy Scheme: ગુજરાત સરકારની સ્માર્ટફોન યોજનાથી ખેડૂતો રાજીના રેડ
પોથલીપુરા ગામનું આ દંપતિ દિવ્યાંગ
આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબહેન પટેલે જણાવ્યું હતું કે આંતરિયાળ વિસ્તાર એવા પોથલીપુરા ગામનું આ દંપતિ દિવ્યાંગ છે. જેઓને વિકલાંગતાનાં સર્ટિફિકેટ કે કોઈ સાધન સહાય મળતી નહીં હોવાના કારણે દયનીય સ્થિતિમાં હતાં. આ અંગેની જાણ થતાં હું 10 દિવસ અગાઉ આ દંપતિની રૂબરૂ મુલાકાત લીધા બાદ તેઓને સામજિક અધિકારીતા વિભાગ દ્વારા મળવાપાત્ર સહાય, સર્ટિફિકેટ લઈને રૂબરૂ તેઓનાં ઘરે આવ્યાં છે. હવે રાજુભાઈને પગના કેલિપરની જરૂરિયાત છે અને એમનાં પત્નીને સીવણ મશીનની જરૂર છે એ પણ કેમ્પમાં આપવામાં આવશે. દિવ્યાંગ દંપતિને ઘરે બેઠાં જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા સર્ટિફિકેટ અને સહાય મળતાં દિવ્યાંગ રાજુભાઈએ જિલ્લા પંચાયત પ્રમુખનો આભાર પ્રગટ કર્યો હતો.
આ પણ વાંચોઃ Ayushman Bharat Yojana: PMJAY યોજના હેઠળ 4,300 કરોડ ચૂકવાયા, 26 લાખ દાવાઓ મંજુર કરાયા