ETV Bharat / state

Navratri 2023: છોટાઉદેપુરમાં યુવક-યુવતીઓ આદિવાસી વસ્ત્રોમાં સજ્જ બની રમે છે ગરબા

હાલ ગુજરાત ભરમાં નવરાત્રી દરમિયાન દરમિયાન યુવાધન હિંડોળે ચઢ્યું છે, ત્યારે છોટાઉદેપુર નગરમાં આદિવાસી યુવાધન પણ પોતાના પારંપરિક વસ્ત્રોમાં સજ્જ બની ગરબા રમી રહ્યા છે.

Navratri 2023:
Navratri 2023:
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 22, 2023, 7:27 PM IST

છોટાઉદેપુરમાં આદિવાસી વસ્ત્રોમાં સજ્જ બની રમે છે નવરાત્રીના ગરબા

છોટાઉદેપુર: દેશભરમાં ગુજરાતની નવરાત્રીને લઇને એક આગવી ઓળખ ઉભી થઇ છે. ત્યારે નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા શક્તિની ઉપાસના સાથે નવરાત્રિની ગરબા રમવા મોટા ભાગના યુવક ધોતી અને કુર્તામાં તો યુવતીઓ અવનવી ચણીયા ચોળીમાં સજ્જ બની ગરબા રમતી હોય છે, પરંતુ છોટાઉદેપુરમાં આવેલ ખનીજ ઉદ્યોગ સોસાયટીમાં આદિવાસી વસ્ત્રોમાં યુવક યુવતીઓ સજ્જ બની ગરબા રમી રહી છે.

આદિવાસી વસ્ત્રોમાં ગરબા: ખનીજ ઉદ્યોગ સોસાયટીમાં વસતા 90 ટકા લોકો આદિવાસી સમાજના વસતા હોય જેને લઈને નવરાત્રીના આયોજકોએ નક્કી કર્યું હતું કે ગરબા રમવા આવતા યુવક યુવતીઓ આદિવાસી વસ્ત્રોમાં જ ગરબા રમવા આવવું. હાલ ભલે આધુનિક યુગ હોય પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં વસતા 80 ટકા જેટલા આદિવાસીઓ પોતાની પરંપરાગત રીત રિવાજો, કલા સંસ્કૃતિ અને વાદ્ય સંગીતને ટકાવી રાખવા સદા અગ્રેસર રહ્યા છે. છોટાઉદેપુર નગરની ખનીજ ઉદ્યોગ સોસાયટીમાં આદિવાસીઓના પરંપરાગત વેશભૂષામાં માતાજીના ગરબા રમાયા બાદ છેલ્લે દેશી ઢોલ અને શરણાઈના સુર સાથે ટીમલી પણ રમવામાં આવે છે.

સોસાયટીમાં 90 ટકા લોકો આદિવાસી સમાજના વસતા હોવાના લઈને સર્વસંમતિથી આદિવાસીઓના પરંપરાગત વસ્ત્રોમાં જ ગરબા રમવાનો નિર્ણય લેવાયો હોય છે. જેને લઈને સોસાયટીના યુવક અમારી સંસ્કૃતિ મુજબ માથે લાલ પાઘડી, લીલા કલરનું ખમીસ અને સફેદ ધોતીની પોતળી ધારણ કરે છે. યુવતીઓ ઓઢણી અને ઘાઘરો ધારણ કરી સાથે 3થી 5 કિલો ચાંદીના ઘરેણાં કરી ગરબા રમતા હોય છે. આ રીતે નવરાત્રીમાં ગરબા રમવાથી અમારી સંસ્કૃતિ જળવાય રહે એવી અમારી માન્યતાને લઇને અમે દર વર્ષે આ રીતે નવરાત્રીના ગરબાનું આયોજન કરીયે છીએ. - ગોપાલ રાઠવા, આયોજક

  1. CGA Group Navratri 2023 : હૈદરાબાદમાં નવરાત્રી દરમિયાન CGA ગ્રુપ દ્વારા સ્વસ્તિક આરતી કરવામાં આવી
  2. Navratri 2023: કચ્છની રાજાશાહી પરંપરા પ્રમાણે માતાના મઢ ખાતે 450 વર્ષથી થતી પત્રીવિધિ યોજાઈ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.