- છોટાઉદેપુર રેલવે ફાટક પર કરોડોનો બ્રિજ બનાવવા કરી હતી જાહેરાત
- સીએમએ કરેલી જાહેરાતનું કામ શરૂ ન થતા લોકોમાં નારાજગી
- 2019માં મુખ્ય કાફલો ટ્રાફિકમાં અટકાવો હતો
છોટાઉદેપુર :મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે જિલ્લાના નાગરિકોની જનસુવિધા અને સુખાકારી માટે રુ 613.19 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. તો બીજી તરફ છોટાઉદેપુર જિલ્લામા અગાઉ બોડેલી નજીક ટ્રાફિક સમસ્યાના નિવારણને લઈ ફાટકની જગ્યાએ ઓવર બ્રિજ બનવવાની જાહેરાત કરવામા આવી હતી. તે કામ આજે પણ ચાલુ ન થતા લોકોમા નારાજગી છે.
2019માં ફાટક બંધ થતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની કાર સહિતનો કાફલો અટવાયો
રાજ્ય કક્ષાના 15મી ઓગસ્ટ 2019માં બોડેલીના યુવા સંમેલન કાર્યક્રમમાંં હાજરી આપીને એપીએમસીથી ડભોઈ રોડ પર આવેલા રેસ્ટ હાઉસમાં કાર મારફતે મુખ્યપ્રધાનનો કાફલો ગયો હતો. ત્યારે ફાટક બંધ થતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની કાર સહિતનો કાફલો અટવાયો હતો. જેની નોંધ લઇ છોટાઉદેપુરના કાર્યક્રમમાં પહોચેલા મુખ્યપ્રધાનનો છોટાઉદેપુર,વડોદરા રેલવે લાઈન પર 50 કરોડના ખર્ચે રેલવે ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી.મુખ્યપ્રધાન કરેલ આ જાહેરાતને દોઢ વર્ષથી વધુ સમય થયો પણ ફાટકનું કામ શરૂ ન થતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
આજના કાર્યક્રમમા આવેલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, રેલવે વિભાગમા દરખાસ્ત ચાલુ છે. મંજૂરી મળતા કામ ચાલુ કરવામા આવશે. સરકાર દ્વારા ખાતમુહૂર્ત, લોકાર્પણ અને જાહેરાતો કરવામા તો આવે છે, પરંતુ સમયસર કામગીરી થાય તેવી આશા લોકો રાખી રહ્યા છે.