ETV Bharat / state

Attack on Eshra Patel: મોડેલ અભિનેત્રી ઉમેદવાર એશ્રા પટેલ સહિત 12 લોકો સામે પોલીસ ફરિયાદ

છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવિઠા ગ્રામ પંચાયતનાં સરપંચ પદનાં ઉમેદવાર (Attack on Eshra Patel)મોડેલ એશ્રા પટેલ સહીત 12 લોકો સામે એટ્રોસિટી એક્ટ મૂજબ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

Attack on Eshra Patel: મોડેલ અભિનેત્રી ઉમેદવાર એશ્રા પટેલ સહીત 12 લોકો સામે પોલીસ ફરીયાદ

author img

By

Published : Dec 20, 2021, 5:24 PM IST

Updated : Dec 20, 2021, 6:41 PM IST

કાવિઠા: છોટા ઉદેપુર જીલ્લાનાં સંખેડાના કાવિઠા ગામે ગઈ કાલે સરપંચ પદની ચૂંટણી (Gujarat gram panchayat 2021) યોજાઇ હતી, જેમા સરપંચ ઉમેદવાર તરીકે ચાર જેટલી મહિલાઓએ ઉમેદવારી કરી હતી, જેમાં મોડેલ અભિનેત્રી (Model actress candidate ) એશ્રા પટેલ પણ સરપંચ પદના ઉમેદવાર હતાં. ગઈ કાલે સાંજે મતદાન પ્રક્રીયા પૂર્ણ થયાં બાદ ગતરાત્રીએ મતદાન મથકે બબાલ થઈ હતી.

Attack on Eshra Patel: મોડેલ અભિનેત્રી ઉમેદવાર એશ્રા પટેલ સહીત 12 લોકો સામે પોલીસ ફરીયાદ

સંખેડાથી પોલીસનો કાફલો કાવિઠા ગામે

પોલીસ સ્ટેશન માંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ કાવિઠા ગ્રામ પંચાયતની ચુંટણી (Kavitha gram panchayat election) મતદાન મથકમાં મતદાર ચંપાબેન ઠાકોરભાઈ નાયકા મત આપવા આવ્યા હતા, જેઓનું આધારકાર્ડ શંકાસ્પદ હોય જેથી ચૂંટણી એજન્ટએ મતદાન નહી કરવા દેતા તે વાતને લઇને સરપંચ પદના ઉમેદવાર એશ્રા નરહરીભાઈ પટેલ, નરહરીભાઈ ભગવાન ભાઇ પટેલ એ મતદારનાં સમર્થકો હોય ફરિયાદી મનોજભાઈ નાથાભાઈ સોલંકી સાથે મતદાન પૂર્ણ થયાં બાદ સાંજે 6.10 કલાકે રકઝક થઈ હતી. જેને લઇને સંખેડાથી પોલીસનો કાફલો કાવિઠા ગામે આવી પહોંચી મામલો થાળે પાડયો હતો.

એટ્રોસિટી એકટ હેઠળ ગુન્હો દાખલ

પ્રતિસ્પર્ધી ઉમેદવારના પતિ ફરિયાદી મનોજભાઈ નાથાભાઈ સોલંકીએ સંખેડા પોલીસ સ્ટેશનમાં આપેલ ફરીયાદ મૂજબ શંકાસ્પદ વોટર આઇ.ડી ધરાવતાં મતદારને કેમ મતદાન કરવા દીધું નહિ, તે મામલે સરપંચ પદના ઉમેદવાર એશ્રાબેન નરહરીભાઈ પટેલ, નરહરીભાઈ ભગવાનભાઈ પટેલ, રૂપેશભાઈ ગોવિંદભાઈ પટેલ, વિપુલભાઈ જશભાઇ પટેલ, સચિંનભાઈ અનિલભાઈ પટેલ, કૃષ્ણકાંતભાઇ લક્ષ્મણભાઈ પટેલ, મીનાક્ષીબેન નરહરિભાઈ પટેલ, શૈલેષભાઈ મોહનભાઈ પટેલ, મહેશભાઇ જેશિંગભાઈ રબારી, સુભાષભાઈ મોહનભાઈ પટેલ, સરદારસિંહ ફતેસિંહ સોલંકી, અને પ્રવિણસિંહ જયસિંહ સોલંકી, તમામ રહેવાસી કાવિઠા નાઓએ ગેર કાયદેસર મંડળી બનાવી એક સંપ થઈ ફરિયાદી પાસે આવી ગમે તેવી ગાળો બોલી જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી જોર જોરથી બૂમો પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરમાં અપમાનજનક શબ્દો બોલી ગુનો કર્યા બાબતે ઇ.પી.કો કલમ 143,147, 149,504,506(2) તથા એટ્રોસિટી એકટ કલમ 3(1) એન.આર.એસ મૂજબ સંખેડા પોલીસ સ્ટેશનમાં મોડેલ અભિનેત્રી એશ્રા પટેલ સહીત 12 લોકો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

પ્રતિસ્પર્ધી ઉમેદવારો હાર ભાડી જતાં ઉશ્કેરાઈને ઝપાઝપી કરી: એશ્રા પટેલ

આ અંગે ઉમેદવાર એશ્રા પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હુ અને મારા સમર્થકો ગઈ કાલે દિવસ દરમિયાન શાંતિ પૂર્ણ વાતાવરણમાં લોકશાહી મૂજબ ચૂંટણી યોજાઇ એ માટેનાં બધાજ પ્રયત્નો કર્યા હતા, ગઈ કાલે મતદાન પૂર્ણ થયું ત્યારે અમે મતદાન મથકની બહાર ઊભા હતા, ત્યારે મારા પ્રતિસ્પર્ધી ઉમેદવારો હાર ભાડી જતાં ઉશ્કેરાઈને ગમે તેવી માં-બહેનની ગાળો બોલી અમારા ઉપર ઝપાઝપી (Attack on Eshra Patel) કરી હતી, ત્યારે પોલીસ સ્ટાફ પણ સાથે જ હતો પોલીસની હાજરીમાં જ મામલો ગરમાયો હતો અને પોલીસ જ મામલાને શાંત પાડ્યો હતો, બાદમાં બધા પોત પોતાના ઘરે જતાં રહ્યા હતા અને મોડી રાત્રે અમારા ઉપર ફરીયાદ નોધાઇ છે. જે ફરીયાદ નોંધાવી છે તદન ઉપજાવી કાઢેલી છે, હવે અમે અમારા વકીલની સલાહ મુજબ ફરીયાદ પર સ્ટે લાવવાના પ્રયાસો કરનાર છે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો: Gram Panchayat Election 2021: અભિનેત્રી અને સરપંચ પદનાં ઉમેદવાર એશ્રા પટેલ સાથે ETV Bharatની ખાસ વાતચીત

આ પણ વાંચો: રાજકોટનાં વિરપુરમાં મતદાન દરમિયાન મતદાર અને પોલીસ વચ્ચે થઇ મારામારી, વિડીયો થયો વાઇરલ

Last Updated : Dec 20, 2021, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.