છોટાઉદેપુરમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જેમાં આ કાયદો દેશના બંધારણ વિરૂદ્ધ હોવાનું જણાવ્યું. આ કાયદામાં ભારતીય સંવિધાનની કલમ 14,15 અને 20નું ખડંન કરવામાં અવાયું છે.
ભારતની આઝાદીમાં હિન્દૂ, મુસ્લિમ, શીખ અને ઇસાઈએ સાર્વત્રિક એક બની આઝાદ ભારતની લડાઈમાં સમૂહમાં ભાગ લઈ દેશ ને આઝાદી અપાવી હતી. ત્યાંથી આજ સુધી ભારતમાં અનેક દેશોમાંથી આવતા શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ આપવામાં આવતું હતું. વર્તમાનમાં આકાયદામાંથી માત્ર મુસ્લિમ શરણાર્થીઓને બાદ કરી તમામ શરણાર્થીઓને આશરો આપવાની વાત કરી બંધારણ ખૂન કર્યુ છે, જેથી આ કાયદો પરત લેવામાં આવે તેવી માગ કરાઈ.