છોટા ઉદેપુર: આજથી છ મહિના પહેલા છોટા ઉદેપુર (Murder Accused Arrested) જિલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાંમાં ગુડા ગામની સમતી રાઠવાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી, જેનો ગુનો ઝોઝ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો પરંતું હત્યાના આરોપીની ધરપકડ થઈ ન હતી.
વિક્રમે પોતાની બહેન અને તેના પ્રેમીને શરણ આપનારની હત્યા કરી
પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીની ઝીણવટ (Murder Accused Arrested chhota udepur) ભરી તપાસ કરી હતી. ગુડા ગામના વિક્રમ નાયકા કે જેની બહેનને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. તે મૃતક મહિલા સમતીબેનનાં ઘરમાં મળતાં હતા. સમતીબેન વિક્રમ નાયકાની બહેન અને તેનાં પ્રેમીને ઘરમાં શરણ આપતી હોવાની જાણ થતાં તે ઘરમાં સૂતા હતા ત્યારે વિક્રમે કુહાડીનાં ઘાં ઝીંકીને સમતીબેનની હત્યા (Murder In chhota udepur) કરી ફરાર થઈ ગયો હતો.
આરોપી વિક્રમ નાયકની ધરપકડ કરતા ગૂનાની કબૂલાત કરી
મૃતક મહિલા ગામની યુવતી અને યુવકને તેના જ ઘરમાં અનૈતિક સબંધ બાંધવા શરણ આપતી હતી. તેની રીસ રાખી મહિલાની હત્યા કરનારા વિક્રમ નાયકાનો ભેદ પોલીસે છ માસ બાદ ઉકેલ્યો અને આરોપી વિક્રમ નાયકની ધરપકડ કરતા ગૂનાની કબૂલાત કરી છે.
આ પણ વાંચો: Vibrant Gujarat Summit 2022: કોરોનાના કહેરથી સમિટ મોકૂફ, ફ્લાવર શો અને પતંગોત્સવ રદ્દ
આ પણ વાંચો: RMC by On Whatsapp Service launched: શહેરીજનોને ધરે બેઠા મેળશે 8 સેવાઓનો લાભ