ETV Bharat / state

છોટાઉદેપુઃ નસવાડીના કલેડીયા ચોકડી પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, 1 નું મોત

નસવાડી તાલુકાના કલેડીયા ચોકડી પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. બનાવની જાણ નસવાડી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

છોટાઉદેપુઃ નસવાડીના કલેડીયા ચોકડી પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, 1 નું મોત
છોટાઉદેપુઃ નસવાડીના કલેડીયા ચોકડી પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, 1 નું મોત
author img

By

Published : Dec 23, 2020, 7:46 PM IST

  • કલેડીયા ચોકડી પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત
  • બાઈક ચાલકનું ઘટના સ્થળ પર મોત
  • નસવાડી પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો

છોટાઉદેપુઃ તાલુકાના કલેડીયા ચોકડી પાસે બાઈક અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ નસવાડી પોલીસને થતા પોલીસ સ્થળ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

પ્રાપ્ત માહિતી અનુસાર તિલવાડા તાલુકાના રૂપપુરા ગામે રહેતા રામુભાઈ ભૂરાભાઈ તડવી તેઓની બાઈક લઈ ચામેઠા વસાહત સબંધીના ઘરે જઈ પરત આવી રહ્યા હતા. તે સમય દરમિયાન નસવાડી તાલુકાના કલેડીયા ચોકડી પાસે બોડેલી રોડ તરફથી પુરઝડપે આવતી સિમેન્ટ ભરેલી ટ્રક અને બાઈક સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રામુભાઈ રોડ પર પટકાતા શરીર પર ટ્રકનું ટાયર ફરી વળતા રામુભાઈનું ઘટના સ્થળ કરુણ મોત નીપજ્યું હતું બનાવની જાણ નસવાડી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પોહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની જાણ થતા આસપાસના લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. આ બનાવ અંગે લક્ષમણભાઈ તડવીની ફરિયાદના આધારે નસવાડી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો

નસવાડી તાલુકાના કલેડીયા ચોકડી પાસે બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું સ્થળ પર કમ કમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. નસવાડી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નસવાડી પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.