ETV Bharat / state

AAP નેતાઓએ જાંબુઘોડા ખાતે કોરોનામાં મૃત્યું પામેલા લોકોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ - Jambughoda

મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બાનાં બાકરોલ, જાંબુઘોડા હાલોલ તાલુકાના કોરોનાકાળમાં મૃત્યુ પામેલા સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં શનિવારે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ આવી પહોંચ્યા હતા.

Jambughoda AAP
Jambughoda AAP
author img

By

Published : Aug 28, 2021, 9:00 PM IST

  • પંચમહાલમાં કોરોના કાળમાં મૃત્યુ પામેલા સદગત આત્માઓને સાત્વના પાઠવવા AAP નેતા આવી પહોંચ્યા જાંબુઘોડા
  • પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં યુવાનોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
  • કોરોનાકાળમાં મૃત્યુ પામેલા સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ

પંચમહાલ: તાજેતરમાં પત્રકારત્વ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ આજે શનિવારે મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બાનાં બાકરોલ, જાંબુઘોડા, હાલોલ તાલુકાના કોરોનાકાળમાં મૃત્યુ પામેલા સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા.

રાજનીતિ કરવાં નહિ રાજનીતિ બદલવા આવ્યા છીએ: ઇસુદાન ગઢવી

કોરોનાકાળમાં જાંબુઘોડા તાલુકામાં મૃત્યુ પામેલાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ બારિયા, ભરત બારિયા, નવલસિંહ બારિયા , ગણપત બારિયા, સુશીલા બારિયા સહિત અન્ય દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી એક મિનિટનું મૌન પાળી મૃતકનાં પરિવારજનોને સત્વાના પાઠવી હતી. ઉપસ્થિત જન મેદનીને સંબોધતાં ગોપાલ ઇટાલીયાએ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. જ્યારે ઇસુદાન ગઢવી જણાવ્યું હતું કે, અમે રાજનીતિ કરવાં નહિ રાજનીતિ બદલવા આવ્યા છીએ. જન સંવેદના મુલાકાતને રાજનીતિ ગણાવનારા ભાજપના નેતાને આપ પાર્ટી નેતા ઇસુદાન ગઢવીએ જવાબ આપ્યો હતો.

જાંબુઘોડામાં જોવા મળ્યું આમ આદમી પાર્ટીનું જોર

જન સંવેદના મુલાકાત કાર્યક્રમમાં મધ્ય ગુજરાત સંગઠન પ્રધાન પ્રો. અર્જુન રાઠવા, છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપૂત, પંચમહાલ જિલ્લા પ્રમુખ દિનેશ બારિયા, સંગઠન પ્રધાન દર્શન વ્યાસ સહિત હસમુખ નાયકા, ભરત બારિયા, અર્જુનભાઇ બારિયા, વખતસિંહ બારિયા, અક્ષય બારિયા પરીમલ બારિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જોકે કાર્યક્રમ નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડા શરૂ થતાં અડધા લોકો કાર્યક્રમ છોડી ઘરે રવાના થયા હતા. તેમ છતાં આમ આદમી પાર્ટીનું જોર નાનકડા એવા જાંબુઘોડામાં જોવા મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.