ETV Bharat / state

Chhota Udepur Crime: દારૂના નશામાં ભાન ભૂલ્યો પતિ, પત્નીની લાકડીના ઘા ઝીંકી હત્યા કરી -

છોટાઉદેપુરના મોટી સઢલી ગામે દારૂના નશામાં ચૂર પતિએ ઘરકંકાસમાં પત્નીના માથા અને કાનના ભાગે લાકડીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી હતી. જે મામલે પોલીસે મૃતક મહિલાના ભાઈના ફરિયાદના આધાર આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Chhota Udepur Crime
Chhota Udepur Crime
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 1:30 PM IST

દારૂ પીવાની ટેવને કારણે ભાન ભૂલ્યો પતિ

છોટાઉદેપુર: મોટી સઢલી ગામે દારૂ પીને આવેલા પતિએ ઘરકંકાસમાં પત્નીની હત્યા કરી હતી. જે મામલે પોલીસે મૃતકના ભાઇની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

શું હતી સમગ્ર ઘટના: સરહદી વિસ્તારમાં આવેલ મોટી સઢલી ગામે મસાણી ફળીયામાં રહેતા રાઠવા દેસિગભાઇ ગેમલા ભાઇને દારૂ પીવાની ટેવ હોય તેની પત્ની સાથેરાત્રિ દરમ્યાન ઘર કંકાસ થયો હતો. તે સમયે દેસિંગભાઈએ તેમની પત્નીને લાકડી વડે માથામાં તથા કાનના ભાગે ઘાતકી જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાબતે મૃતકના ભાઇ મંગાભાઈ રાઠવાએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે દેસિગભાઇ ગેમલા રાઠવા સામે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી .

'સવારે અમે અમારી બહેનને લોહી લુહાણ હાલતમાં જોતા હત્યા કરી હોવાનું લાગ્યું હતું. અમે બનેવીને પુછતાં તેમણે આ અંગે કોઈ માહિતી આપી ન હતી. જેથી મારી બહેનની હત્યા કરવામાં આવી હોવાની રંગપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.' - મંગાભાઈ રાઠવા ફરિયાદી

મોટી સઢલી ગામે પતિએ કોઈ કારણસર પત્નીના માથાના ભાગે લાકડી મારી મારી મોત નીપજાવ્યું છે. જે બાબતે મૃતક મહિલાના ભાઇની ફરીયાદના આધારે સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. - પી એચ વસાવા, ઇન્ચાર્જ પીઆઈ

  1. 100 કરોડની GST ચોરીના કેસમાં આઠ કંપનીઓ અને હોટલના માલિકે પોલીસ સ્ટેશનમાં વિતાવી રાત, અતીક અહેમદનો છે સંબંધી
  2. Surat Crime: શિયાળામાં તસ્કરો બેફામ, શોપિંગ સેન્ટરમાં એક સાથે છ દુકાનના તાળા તૂટ્યાં

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.