વહાલી દીકરી યોજના અંતર્ગત 2 લાખની આવક ધરાવતા પરિવારોને સહાય આપવા દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000ની સહાય અપાશે. જ્યારે 9મા ધોરણમાં આવે ત્યારે 6000ની સહાય અપાશે. તેમજ 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે 1 લાખની સહાય અપાશે.
આંગણવાડી બહેનોના પગારમાં 900 રૂપીયાનો વધારો કરવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ માટે 3138 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ નવા 70 હજાર સખી મંડળો બનાવવા માટે 700 કરોડનું ધિરાણ અપાશે. આ સિવાય આગણવાડીમાં પુરક પોષણ માટે 751 કરોડ, વિધવા પેન્શન માટે 376 કરોડ, પૂર્ણા યોજના માટે 87 કરોડ ફાળવાયા છે.