પેટાચૂંટણીમાં જીતનારા ધારાસભ્યોએ આજે શપથ લીધા છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા ધારાસભ્ય તરીકેના શપથ લીધા.