રાતડીના ગ્રામજનોએ કાંટેલાથી રાતડી સુધીનાં હાઇ-વે રસ્તા પર યુ-ટર્ન બનાવવા તથા જમીનના પ્રશ્નો સહિત સામુહિક જરૂરિયાત અંગેની રજૂઆતો કરી હતી. જિલ્લા કલેક્ટરે ગ્રામજનોનાં પ્રશ્નો-રજૂઆતો સાંભળી ચોક્કસ સમયમર્યાદામાં નિકાલ કરવા સબંધિત અધિકારીઓને તાકીદ કરવા સાથે માર્ગદર્શન આપ્યું હતું.
રાત્રીસભામાં પ્રાંત અધિકારી કે.વી બાટી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી.ધાનાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી, પશુપાલન અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, સિંચાઇ અધિકારી, તેમજ જિલ્લા કક્ષાના વિવિધ ખાતાના અધીકારી ઉપસ્થિત રહી ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી હતી.