ગાંધીનગર લોકસભા બેઠક ભાજપ દ્વારા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ઉત્તર બેઠકના વર્તમાન ધારાસભ્ય ચાવડાને ઉતાર્યા છે. સીધી રીતે આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. પરંતુ આ વખતે બન્ને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે તેવું લાગી રહ્યું છે. ભાજપના નેતાઓ આ બેઠક જીતી જવાના છીએ તેઓ આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના કાર્યકરો કાચબાની ચાલ ચાલી રહ્યા છે. તો આ સંદર્ભે ડૉક્ટર સી.જે.ચાવડા દ્વારા રવિવારના રોજ ગાંધીનગર ઉત્તર બેઠક ઉપર કોંગ્રેસના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.
કાર્યાલયના શુભારંભ દરમિયાન ડૉ. ચાવડાએ કહ્યું હતું કે, ભાજપે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો નથી. વર્ષ 2014માં કરવામાં આવેલા હુમલામાં હજુ પુરા કર્યા નથી. જ્યારે અમારા નેતાઓ બોલે છે, તે કરી બતાવે છે, તાજેતરમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વાયદા કર્યા હતા. તે અમારી પક્ષની સરકારે પૂરા કર્યા છે. ભાજપે પણ પોતાના પ્રચાર-પ્રસાર સામગ્રીનો આજથી આરંભ કર્યો છે.
ત્યારે આ અંગે સી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, રાજકીય પાર્ટીઓ બધું જ કરે ભાજપ દ્વારા ટેબ્લો અને ટેબલોની સાથી એક જાદુગર0ને પણ ભાજપ સરકારની સિદ્ધિઓ ઉજાગર કરવા માટે રાખવામાં આવ્યો છે. ત્યારે તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સામે ચાબખા મારતા કારણ કે અધ્યક્ષ પોતે જ એક જાદુગર છે, જાદુ માટે અને પ્રચાર-પ્રસાર માટે રાખે તેમાં કોઈ નવાઈ નથી.