રાજ્યના જુના વાહનોમાં હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટેની આખરી 31 મે 19 જાહેર કરવામાં આવી હતી. જે સંદર્ભે હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટે જનતાનો આરટીઓ,એઆરટીઓ. ખાતે વધુ પડતા ઘસારાને અનુસંધાને તેમજ જનતાની વધુ સગવડતાને ધ્યાને રાખી હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટેની 31 ઓગષ્ટ 19 સુધી લંબાવવામાં આવી છે. જે તારીખ સુધીમાં જનતાએ વાહનો પર હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાડવી ફરજિયાત રહેશે.
આ આખરી મુદત હોવાથી આ મુદત બાદ 1લી સપ્ટેમ્બર 19થી HSRP વિનાના વાહનો સામે સબંધિત તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા ખાસ ફરજ પરના અધિકારી, વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા જણાવાયુ છે.