ETV Bharat / state

IBના રિપોર્ટને લઈ ભાવનગર રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું - attack

ભાવનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPFના જવાનોની શહાદતની શાહૂ હજુ સુકાઇ નથી, ત્યારે ગુજરાતમાં પણ હુમલાના IBના રિપોર્ટના પગલે તંત્ર સતર્ક બન્યું છે.

જુઓ વિડિયો
author img

By

Published : Feb 19, 2019, 10:21 AM IST

railway police
આ એલર્ટના પગલે ભાવનગર ખાતે ટર્મિનસ ધરાવતા રેલ વિભાગ દ્વારા રેલવે પોલીસ અને ભાવનગર પોલીસે સંયુક્ત પણે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભાવનગર રેલવે ટર્મિનસ ખાતેથી દૈનિક 6થી વધુ લાંબા અને ટૂંકા અંતરની ટ્રેનની સતત અવરજવર રહેતી હોય છે અને હજારો મુસાફરો દરરોજ મુસાફરી કરે છે.
undefined

ત્યારે રેલવે પોલીસ તથા ભાવનગર પોલીસે સંયુક્ત પણે ડોગ સ્કવોડ તથા બોંબ સ્કવોર્ડને સાથે રાખી ચેકિંગ કર્યું હતું. પોલીસ દ્વારા કથિત હુમલાની દહેશતના પગલે ટ્રેનના કોચ તથા પ્લેટફોર્મ અને મુસાફરોના માલસામાનની સઘન તપાસ કરવામાં આવી હતી. અંદાજે બે કલાક ચાલેલી તપાસમાં સદનસીબે શંકાસ્પદ ન જણાતા તંત્રએ રાહત અનુભવી હતી.

Intro:Body:

IBના રિપોર્ટને લઈ ભાવનગર રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું

ભાવનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા CRPFના જવાનોની શહાદતની શાહૂ હજુ સુકાઇ નથી, ત્યારે ગુજરાતમાં પણ હુમલાના IBના રિપોર્ટના પગલે તંત્ર સતર્ક બન્યું છે. 

આ એલર્ટના પગલે ભાવનગર ખાતે ટર્મિનસ ધરાવતા રેલ વિભાગ દ્વારા રેલવે પોલીસ અને ભાવનગર પોલીસે સંયુક્ત પણે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભાવનગર રેલવે ટર્મિનસ ખાતેથી દૈનિક 6થી વધુ લાંબા અને ટૂંકા અંતરની ટ્રેનની સતત અવરજવર રહેતી હોય છે અને હજારો મુસાફરો દરરોજ મુસાફરી કરે છે. 

ત્યારે રેલવે પોલીસ તથા ભાવનગર પોલીસે સંયુક્ત પણે ડોગ સ્કવોડ તથા બોંબ સ્કવોર્ડને સાથે રાખી ચેકિંગ કર્યું હતું. પોલીસ દ્વારા કથિત હુમલાની દહેશતના પગલે ટ્રેનના કોચ તથા પ્લેટફોર્મ અને મુસાફરોના માલસામાનની સઘન તપાસ કરવામાં આવી હતી. અંદાજે બે કલાક ચાલેલી તપાસમાં સદનસીબે શંકાસ્પદ ન જણાતા તંત્રએ રાહત અનુભવી હતી.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.