જળસંચય અંગેની વિસ્તૃત વિગતો મેળવી કલેકટર રવિશંકરએ જિલ્લા અમલીકરણ સમિતિ જિલ્લા ખર્ચ સમિતિ દરેક તાલુકાની અમલીકરણ સમિતિની રચના કરી હતી. આ અભિયાનમાં 40% ગામ લોકોનો ફાળો 60% રાજય સરકાર દ્વારા આપવામાં આવશે તેમ કલેક્ટર રવિશંકર જણાવ્યું હતું.
દરેક તાલુકા સમિતિએ તેઓને લગતા ગામોમા ક્યાં સ્થળે કામ કરવાનું છે તે સ્થળ નક્કી કરી લેવા દરેક તાલુકા અમિઅલીકરણ અધિકારીને સુચના આપી હતી આ બેઠકમાં મહાનગર પાલીકાના કમિશ્નર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિઘંલ, જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીક, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા તેમજ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.