ETV Bharat / state

ગવર્નર ઓ.પી. કોહલીનો કાર્યકાળ પૂર્ણ, કોણ બનશે ગુજરાતના ગવર્નર?

author img

By

Published : Jul 13, 2019, 7:30 PM IST

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. તેથી અમદાવાદમાં તેમને વિદાય આપવા માટે વિદાય સમારંભ યોજાશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહેશે. કોહલી નિવૃત થતા હોવાથી કેન્દ્ર સરકારે ગુજરાતમાં નવા રાજ્યપાલની નિયુક્તિ તેજ કરી છે.

ફાઈલ ફોટો

ઓ.પી. કોહલીને ફરીથી એક્સટેન્શન આપવાની ચર્ચાઓ થતી હતી, પરંતુ તેવું થયું નથી. સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન તેમની છબી પણ સ્વચ્છ રહી છે. તેઓ ગુજરાતના 24માં રાજ્યપાલ છે. 16મી જુલાઇ 2014ના રોજ ઓમ પ્રકાશ કોહલીને ગુજરાતના રાજ્યપાલ પદે નિયુક્ત કર્યા હતા. કોહલી શિક્ષણવિદ્દ છે અને રાજ્યસભાના પૂર્વ સભ્ય છે. દિલ્હી ભાજપમાં તેઓ સક્રિય હતા. વડાપ્રધાન મોદી સાથે તેમને સારા સબંધો હોવાથી તેમની નિયુક્તિ ગુજરાતના રાજ્યપાલ તરીકે કરવામાં આવી હતી. કોહલી દિલ્હી ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

રાજ્યપાલ કોહલીએ ગાંધીનગરમાં રાજભવનના કર્મચારીઓના બાળકોને ભણાવવા માટે તેમજ અનેક કલ્યાણકારી કામો કર્યા છે. તેમની સારી કામગીરીની કદર રૂપે કેન્દ્ર સરકાર તેમની પુનઃનિયુક્તિ કરે તેવી ચર્ચા હતી, પરંતુ આજે વિદાય સમારંભ જાહેર થતા તે ચર્ચાઓ પર રોક લાગી ગઈ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હવે જ્યાં સુધી ગુજરાતમાં રાજ્યપાલની નિમણૂક ન થાય ત્યાં સુધી મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને ગુજરાતના રાજ્યપાલના ચાર્જ સંભાળી શકે છે. તો હવે જોવું રહ્યું કે, ગુજરાતમાં રાજ્યપાલ તરીકે કોણ આવશે.

Intro:
ગવર્નર ઓ.પી. કોહલીનો કાર્યકાળ પૂર્ણ, આજે વિદાય સમારંભ તો હવે ગુજરાત ના ગવર્નર ?

ગાંધીનગર- ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીનો કાર્યકાળ આજે પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે તેમને વિદાય આપવા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહેશે. ત્યારે હવે કેન્દ્ર સરકારે ગુજરાતમાં નવા રાજ્યપાલની નિયુક્તિ તેજ કરી છે. ઓ.પી. કોહલીને ફરીથી એક્સટેન્શન આપવાની ચર્ચાઓ થતી હતી પરંતુ તેવું થયું નથી જેથી આજે અમદાવાદ ખાતે તેમનો વિદાય સમારંભ યોજાશે.. Body:ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી 16મી જુલાઇએ નિવૃત્ત થઇ રહ્યાં છે. સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન તેમની છબી પણ સ્વચ્છ રહી છે. તેઓ ગુજરાતના 24મા રાજ્યપાલ છે. ઓ.પી. કોહલી 16મી જુલાઇ 2014ના રોજ ઓમ પ્રકાશ કોહલીને ગુજરાતના રાજ્યપાલ પદે નિયુક્ત કર્યા હતા. કોહલી શિક્ષણવિદ્દ છે અને રાજ્યસભાના પૂર્વ સભ્ય છે. દિલ્હી ભાજપમાં તેઓ સક્રિય હતા. પીએમ મોદી સાથે તેમને સારા સબંધો હોવાથી તેમની નિયુક્તિ ગુજરાતના રાજ્યપાલ તરીકે કરવામાં આવી હતી. કોહલી દિલ્હી ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે.

રાજ્યપાલ કોહલીએ ગાંધીનગરમાં રાજભવનના કર્મચારીઓના બાળકોને ભણાવવા માટે તેમજ અનેક કલ્યાણકારી કામો કર્યા છે. તેમની સારી કામગીરીની કદર રૂપે કેન્દ્ર સરકાર તેમની પુનનિયુક્તિ કરે તેવી ચર્ચા હતી. પરંતુ આજે વિદાય સમારંભ જાહેર થતા તે ચર્ચાઓ પર રોક લાગી ગઈ છે.
Conclusion:સૂત્રોના જણાવ્યા અનુસાર હવે જ્યાં સુધી ગુજરાતમાં રાજ્યપાલ નું નિમણૂક ના થાય ત્યાં સુધી મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ને ગુજરાતના રાજ્યપાલ ના ચાર્જમાં મૂકી શકે છે. ત્યારે હવે ગુજરાતમાં રાજ્યપાલ તરીકે કોણ આવશે તે જોવું રહ્યું..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.