હોટ મિક્સ પ્લાન્ટમાં ફરજ બજાવતા કાનાજી ઠાકોરે જણાવ્યું કે, ચાર ચાર જગ્યાએ અમને ન્યાય મળ્યો છે. કોર્ટમાં પણ વિજયી બન્યા છે, પરંતુ અમને સરકારી સુવિધાઓ પુરી પાડવામાં આવતી નથી. મુખ્યપ્રધાન અને ગૃહ પ્રધાનને અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. રાજ્યના પાટનગરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવાતા રોડ-રસ્તાઓમાં અમે પરસેવો પાડી રહ્યા છે. અત્યાર સુધી મારા 18 કર્મચારીઓ હતા, જેમાંથી છ કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. જ્યારે હાલમાં ફરજ બજાવતા મોટાભાગના કર્મચારીઓ નિવૃત્તિના આરે પહોંચ્યા છે. સરકારના પ્રધાનો સહિત અધિકારીઓને નાગરિકો માટે નવા રોડ બનાવવાની કામગીરી કરે છે અને તેમને જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
માર્ગ અને મકાન વિભાગના અધિકારી વસાવાને આજે તમામ કર્મચારીઓ રજૂઆત કરવા આવ્યા હતા. હોટ મીક્સ પ્લાન્ટમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને સરકારી લાભો આપવામાં આવે તે માટે રજૂઆત કરી હતી. તેમણે આશ્વાસન આપ્યું છે, પરંતુ લાભ મળશે તેવી કોઈ બાંહેધરી આપવામાં આવી નથી. આગામી દિવસોમાં સમસ્યાનું સમાધાન કરવામાં નહીં આવે, તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. રાજ્યમાં સરકાર મોટાભાગના કર્મચારીઓ નાખુશ છે. જ્યારે કોર્ટના આદેશનો પણ અનાદર કરવામાં આવે છે, ત્યારે આગામી દિવસોમાં આ તમામ કર્મચારીઓ સરકાર સામે પોતાનો રોષ બતાવે તો નવાઇ નહીં.