વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ સરકારને ઘેરતા કહ્યુ હતું કે, રાજ્યસરકારે 2 લાખ કરોડ નું બજેટ રજુ કર્યુ છે. સરકાર દર વર્ષે બજેટમાં વધારો કરતી જાય છે. જ્યારે જાહેર દેવાના આકડાં માં દર્શાવામ આવ્યા છે તેમાં 590 હજાર કરોડ નો તફાવત જોવા મળ્યો છે. બજેટમાં સરકારે 2 લાખ 40 કરોડ નું દેવું બતાવ્યું છે. માર્ચ વર્ષ 2019 માં 3 લાખ 70 હજાર કરોડ નું દેવું થાય તેવી શકયતાઓ વિરોધપક્ષના નેતાએ ગૃહમાં કહ્યું હતું કે,રાજ્ય સરકાર ફૂલ ગુલાબી બજેટની વાતો કરે છે. રાજય સરકારની નિષ્ફળ નીતિના કારણે ગુજરાતનો ગ્રોથ વિકાસ રુંધાયો છે. યુવાનોને રોજગારી મળતી નથી. સમગ્ર ગુજરાત મંદીની ઝપેટમાં છે. પેટ્રોલ ડીઝલને GSTમાં સમાવવું જોઈએ. પેટ્રોલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. રાજય સરકારે સમાજનાં તમામ સામુહિક વર્ગનો વિકાસ કરવો જોઈએ. ઉપરાંત સરકાર નાણાંનું વાવેતર કરે છે જેમાં અમીર વધુ અમીર બને છે અને ગરીબ વધુ ગરીબ બને છે. સામાન્ય વર્ગ લોન માટે લાઈનમાં ઉભો હોય અને વિજય માલ્યા અને નીરવ મોદી જેવા લોન લઈને વિદેશ પલાયન થઈ જાય છે. વીતેલા પાંચ વર્ષ માં 4 હજાર કરોડ નું મગફળી કાંડ સામે આવ્યુ છે. કૌભાંડીઓ સામે કડક પગલા ભરવાની માગ કરાઈ છે.
વિપક્ષે સરકાર સામે આક્ષેપ લગાવ્યો છે કે, રાજ્યસરકાર બેટી બચાવોની વાતો કરે છે પરંતુ ભાજપના જ ધારાસભ્ય જાહેરમાં રાજ્યની દિકરીને માર મારે છે. શિક્ષણ બજેટમાં કરોડ રૂપિયાની જોગવાઈ કરવા છતાં પણ શિક્ષણનું સ્તર નીચું જાય છે. ઘણી બધી સરકારી શાળા બંધ થઈ છે. વર્ષ 2017 થી આત્યાર સુધી માં કુલ 17 હજાર પ્રાથમિક શાળા બંધ થઈ છે. ભાજપના રાજમાં શાળાઓ ઘટી ગઈ છે. સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલને વેગ મળ્યો છે. જેથી ગરીબ લોકોને નાછુટકે ખાનગી શાળામાં જવુ પડે છે. ખાનગી કલાસીસને પણ વેગ અપાયો છે. જેના લીધે સુરત જેવી ઘટના બની છે અને 22 બાળકો મોત થયા છે.
કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી.વસવાએ ગૃહમાં જણાવ્યું હતું કે, 'સરદાર સરોવર યોજના માટે અનેક જાહેરાત કરાઈ છે. પરંતુ ડેમ જ્યાં બાંધવામાં આવ્યો છે ત્યાંના અસરગ્રસ્તોની પરિસ્થિતિ શું છે તે કોઈને પણ ખ્યાલ નથી, અહીં જે આવક સરકારને મળે છે તેમાંથી 5 ટકા રકમ જમીન ગુમાવનારા અસરગ્રસ્ત માટે વાપરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી. અસરગ્રસ્તોને એક વર્ષ સુધી ઉપવાસ પર બેસવું પડે તેમ છતાંય સરકાર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. મુખ્ય નેહરની આસપાસના 25 ગામડાઓને પીવાનું પાણી અને ખેતી માટે સિંચાઈનું પાણી પણ નથી મળતું. સૌની યોજનાથી કચ્છ સુધી પાણી અપાઈ છે પરંતુ નર્મદા કેનાલની આસપાસના ગામડાઓને પાણી નથી મળતુ. જેથી તેમની જમીન વેરાન થઈ રહી છે. જો કોઈ ધમકી આપે તો તેમને જેલમાં પુરી દેવાની ધમકી અપાઈ છે.
શિક્ષણ બાબતે વસાવાએ જણાવ્યું હતું કે, આજે રાજયમાં 1 હજાર પ્રાથમિક શાળાઓની હાલત ખરાબ છે. માત્ર નમર્દા જીલ્લામાં જ 70 શાળાને તાળા વાગી ગયા છે. મધ્યાન ભોજનનું સતત અને સખત ચેકિંગ થવું જોઈએ. તાલુકા કક્ષાએ મોનિટીરીગ થાય તો બાળકોની તંદુરસ્તી વધે. હાલમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટવાના બદલે વધી રહ્યો છે.
પંચાયતી રાજમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિઘીઓ પાસે સત્તા હોવી જોઈએ. પરંતુ હાલમાં બધા જ નિર્ણય અધિકારીઓના હાથમાં છે. આદિજાતિ વિસ્તારમાં વન બધું ક્લાયણ યોજના 13 હજાર કરોડ થી વધી 14 હજાર કરોડ ની કરવામાં આવી છે. પરંતુ આ રકમ પૂરતી નથી. તેમણે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યુ હતું કે, સરકાર ખેડુતોની આવક બમઈ કરવાની વાત કરે છે. પરંતુ ખેડુતોને સમયસર પાણી કે ખાતર પણ મળતુ નથી. ખેડુતોના માથે દેવું વધી રહ્યુ છે. આ દેવું નહીં ચુકવાતા ધરતીપૂત્રોએ આપઘાત કરવો પડે છે.
વિરજી ઠુમ્મરે જણાવ્યુ હતું કે, પાણીદાર સરકાર અને કલરફુલ બજેટમાં ખેડૂત દેવાદાર બન્યો છે. અમરેલીના લાઠીમાં ખેડૂતને કપાસનો પાક વીમો મળ્યો નથી. સૌની યોજનાનો લાભ હજી મારા વિસ્તારને મળ્યો નથી. સરકારના પ્રતિનિધીઓ ત્યાં આવીને ઉદ્ઘાટન કરે એ માટે આમંત્રણ પાઠવ્યુ હતું. અમદાવાદનું નામ કર્ણાવતી કરવા રાજય સરકાર સામે અનેકવાર રજુઆતો થઈ છે. નામ બદલવાની ચર્ચા કેટલાય વખતથી ચાલી રહી છે. હવે તો નરેન્દ્ર મોદીની સરકાર બીજી વાર સત્તામાં આવી છે ત્યારે અમદાવાદનું નામ ક્યારે બદલવામાં આવશે? તેવા સવાલ કોંગ્રેસના ધારાસભ્યે ઉઠાવ્યા છે.