- વિધાનસભાની 4 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન પૂર્ણ
- માણાવદર- 47.64 ટકા
- ઊંઝા- 51.75ટકા
- ધ્રાંગધ્રા- 44.04 ટકા
- જામનગર ગ્રામ્ય- 48.53 ટકા
3 વાગ્યા સુધીમાં વિધાનસાભની પેટાચૂંટણીના મતદાનની ટકાવારી
- માણાવદર- 47.64 ટકા
- ઊંઝા- 51ટકા
- ધ્રાંગધ્રા- 42.4 ટકા
- જામનગર ગ્રામ્ય- 44.24 ટકા
ઊંઝા બેઠક પર ભાજપના આશા પટેલ અને કોંગ્રેસના કાંતીલાલ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ છે. ઉલ્લેખનીય છે કે, આશા પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે.
જૂનાગઢની માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસના અરવિંદ લાડાણી અને ભાજપના જવાહર ચાવડા ચૂંટણી મેદાનમાં છે. જવાહર ચાવડા કોંગ્રેસ માંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે.
ધ્રાંગધ્રામાં પરસોત્તમ સાબરિયા સામે દિનેશ પટેલ વચ્ચે સીધો જંગ છે. પરસોત્તમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. આ બેઠક પર કુલ 11 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.
નોંધનીય છે કે, જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસના જયંતિ સભાયા અને ભાજપના રાઘવજી વચ્ચે જંગ છે. રાઘવજી પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે.
માણાવદરમાં EVM બદલવામાં આવ્યું
જવાહર ચાવડાએ કર્યું મતદાન
11 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી
- માણાવદર- 26.57 ટકા
- ઊંઝા- 24.48 ટકા
- ધ્રાંગધ્રા- 23 ટકા
- જામનગર ગ્રામ્ય- 21.10 ટકા