સામેત્રી ગામમાં પાણીની ન થાય તે માટે ગામના સરપંચ તથા આગેવાનોએ ગામથી 4 કિલોમીટર દૂર નદી પાસે એક બોર બનાવી ગામ સુધી પાઇપલાઇન નાખી વોટર મેનજમેન્ટ સિસ્ટમની શરૂઆત કરૂ છે. જેમાં ગામને 7 ઝોનમાં વહેંચી ઘરે ઘરે નવી પાઈપલાઈન નાખવામાં આવી છે. જેથી ઝોન પ્રમાણે આખા ગામને અલગ અલગ સમયે પાણી આપવામાં આવે છે.
હાલ ગામના દરેક ઝોનમાં 1-1 કલાક પાણી આપવામાં આવે છે. ઝોન પ્રમાણે પાણી આપવાથી પાણી વધારે ફોર્સથી આતું હોવાથી ગ્રામજનોને મોટરનો ઉપયોગ પણ બંધ કરી દીધો છે. જેથી ગામના દરેક ઘરના વિજ બિલમાં દર મહિને 500 થી 700 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આમ કરવાથી ગામજનોની વાર્ષિક કુલ બચત 10 થી 12લાખ જેટલા રૂપિયા થઇ રહી છે.
ગામ પાસે હાલ પૂરતું પાણી છે અને ગામના પશુઓ માટે અવેડા પણ છલોછલ ભરી રાખવામાં આવે છે. ઉનાળામાં ગામનું કોઈ પણ પશુ પાણીથી વંચિત રહેતું નથી. આ બાબત પરથી જાણવા મળે છે કે, જે ગામોમાં હાલ પાણીની તંગી સર્જાઈ રહી છે તેવા ગામો જો આ વોટર મેનેજમેન્ટ સીસ્ટમથી પોતાના ગામને પાણી આપે તો પાણીની બચત થઈ શકે છે. હાલ પરિસ્થિતિ એવી છે કે, ગામોના ગામો પાણી વગર વલખાં મારી રહ્યા છે, પરંતુ જો વ્યવસ્થિત આયોજન દ્વારા ગામને પાણી આપવામાં આવે તો પાણીને અછતથી કોઈને હેરાન થવું ન પડે, કારણ કે 'જળ છે તો જીવન છે'.