આ સંસ્થા છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારના કાર્યક્રમો યોજે છે. જે હવે છઠ્ઠા વર્ષે પણ યોજાશે અને આગામી સમયમાં ન હિંદુ કે મુસ્લિમ પરંતુ દરેક ધર્મના લોકોના સમૂહ લગ્ન થશે. જેમાં 500થી વધારે હિન્દુ ,મુસ્લિમ ઉપરાંત શીખ, ઈસાઈ જેવા દરેક ધર્મની યુગલોના સમાવેશ થશે. જેના દ્વારા એકતાનો સંદેશો સમગ્ર દેશ અને દુનિયામા પહોંચે તેવી ઈશા ફાઉન્ડેશનની ઈચ્છા છે.
501 હિંદુ-મુસ્લિમ યુગલના એક સાથે થવા જઇ રહેલા સમુહ લગ્ન પ્રથમ વખત જ હશે. સમૂહ લગ્નમાં હિંદુ ભાઈઓના હિંદુ વિધિ તેમજ મુસ્લિમ સમુદાયના મુસ્લિમ રિવાજ પ્રમાણે લગ્ન થશે. સંસ્થા દ્વારા પહેલા વર્ષે જ્યારે સમૂહ લગ્નની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે 100 યુગલથી શરૂઆત કરી હતી અને દર વર્ષે યુગલોની સંખ્યા વધતી ગઈ હતી. આ વર્ષે લગ્નમાં જોડનારા દરેક યુગલને બેડરૂમ તથા કિચન સેટ સહિતની ઘર વખરીનો જરૂરી તમામ સામાન આપવામાં આવશે. જેમાં 75 હજારથી વધારેની ભેટ યુગલોને આપવામાં આવશે .આ સાથે જ બંને પક્ષ તરફથી આવનારા મહેમાનોને જમાડવામાં પણ આવશે.