ETV Bharat / state

બોટાદમાં ATVT જોગવાઈ હેઠળ યોજાયો ‘વર્કઓર્ડર વિતરણ કેમ્પ’ - ATVT provision in Botad

બોટાદઃ જિલ્લામાં ATVT જોગવાઈ હેઠળના કામોનો “વર્કઓર્ડર વિતરણ કેમ્પ” પ્રધાન સૌરભ પટેલના અધ્યક્ષસ્થાને બોટાદની નગરપાલિકાના હૉલમાં યોજાયો હતો.

બોટાદમાં ATVT જોગવાઈ હેઠળના કામોનો “વર્કઓર્ડર વિતરણ કેમ્પ” યોજાયો
author img

By

Published : Jun 7, 2019, 11:13 PM IST

કેમ્પનું ઉદ્ધબોધન જિલ્લા કલેક્ટર સુજીત કુમારે તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ કર્યું હતું. વર્કઓર્ડરની જે કંઇ પણ તકલીફો હતી, તેને દૂર કરીને સરકારે આ કેમ્પ દ્વારા ચોક્કસ આયોજન કરી એક જ દિવસે અને એક જ સ્થળેથી વર્કઓર્ડર આપવાનું નક્કી કર્યું છે. જેની જાણકારી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્માચરીઓને આ કેમ્પ દ્વારા આપવામાં આવી હતી. આ કેમ્પમાં અધિકારીઓ, કર્મચારીઓ અને સરપંચ સહિતના તમામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ કેમ્પમાં પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું કે, "આજના આ સુચારૂં આયોજન દ્વારા આજના દિવસને ખરેખર ઐતિહાસિક દિવસ કહેવાય. કારણ કે, રાજ્યભરમાં સૌ પ્રથમવાર આ જિલ્લો થોડા જ દિવસોમાં વહિવટી તંત્રના સુચારુ આયોજન થકી આ વર્કઓર્ડર આપવામાં અગ્રેસર રહ્યો છે. વહિવટી તંત્ર દ્વારા આચારસંહિતા પૂર્ણ થતાં નાણાંકીય વર્ષ 2019-20ના પ્રથમ દિવસે તા.27/05/2019 ના એક જ દિવસે 90 % કામોને વહિવટી મંજૂરી આપી છે. આ કેમ્પ દ્વારા એક જ દિવસે અને એક જ સ્થળેથી વર્કઓર્ડર મળી રહે તેવું આયોજન કરી વિકાસના કામોમાં સહકાર આપી કામને વેગ આપ્યો છે."

ATVTબોટાદમાં ATVT જોગવાઈ હેઠળ યોજાયો ‘વર્કઓર્ડર વિતરણ કેમ્પ’

વધુમાં તેમણે જણાવ્યું કે, "આ વર્કઓર્ડર લેવામાં જે તકલીફો પડતી હતી તે તકલીફો આ સરકારે દૂર કરી આ આયોજન થકી એક જ દિવસે અને એક જ સ્થળેથી વર્કઓર્ડર આપવાનું કાર્ય કર્યું છે. ત્યારે 180 ગામોમાંથી આવેલા સરપંચશ્રી તેમજ તલાટીમંત્રીને જણાવ્યું હતું કે, આ વર્ક ઓર્ડર દ્વારા આપણે પણ સરકારને સહકાર આપી વિકાસના કામોને ઝડપી અને ગુણવત્તાયુક્ત બનાવી સમયસર કામો પૂર્ણ કરવા જોઈએ. આપણે સૌએ પણ સહભાગી થઇને કાર્યને વેગવંતુ બનાવવા જોઇએ. આ પાંચ વર્ષના સમયગાળામાં ગામના વિકાસ માટેના કામોમાં પ્રાથમિક સુવિધાઓને લગતા અનેકગણા કામો પૂર્ણ કરવાની જવાબદારી રહેલી છે. આમ, વર્ક ઓર્ડર વિશે વાત કરીને તેમણે સરકારશ્રીની વિવિઘ યોજનાઓ વિસ્તૃત માહિતી આપી આ યોજનાનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓને આપવા જણાવ્યું હતું."

આ કાર્યક્રમના અંતમાં સૌરભ પટેલ તેમજ મહાનુભાવો દ્વારા આજીવિકા પ્રોજેકટના વર્કઓર્ડરનો શુભારંભ કરી વિતરણ કર્યુ હતું. સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ મારૂ, જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, જિલ્લા આયોજન અધિકારી ,બ્રિજેશ જોષી, જિલ્લા ભાજપ પ્રમુખ, સુરેશભાઈ ગોધાણી, ભોળાભાઈ રબારી, મનહરભાઈ માતરીયા, છનાભાઈ કેરાળીયા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના સદસ્યો ,તાલુકા વિકાસ અધિકારી, કર્મચારીઓ અને સરપંચ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

બોટાદ ખાતે આયોજન તથા એટીવીટી જોગવાઈ હેઠળના કામોનો
 “વર્કઓર્ડર વિતરણ કેમ્પ”  મંત્રીશ્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો

  રાજ્યમાં સૌ પ્રથમવાર આયોજન તથા એટીવીટી જોગવાઈ હેઠળના કામોનો “વર્કઓર્ડર વિતરણ કેમ્પ” મંત્રીશ્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બોટાદ સ્થિત નગરપાલિકા હોલ ખાતે યોજાયો હતો.
  આ કેમ્પમાં મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજના આ સુચારું આયોજન દ્વારા આજના દિવસને ખરેખર ઐતિહાસિક દિવસ કહેવાય કે જે રાજ્યભરમાં સૌ પ્રથમવાર આ જિલ્લો થોડા જ દિવસોમાં વહિવટી તંત્રના સુચારુ આયોજન થકી આ વર્કઓર્ડર આપવામાં અગ્રેસર રહ્યો છે. વહિવટી તંત્ર દ્વારા આચારસંહિતા પૂર્ણ થતા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ ના પ્રથમ દિવસે તા.૨૭/૦૫/૨૦૧૯ ના એક જ દિવસે  ૯૦ % કામોને વહિવટી મંજૂરી આપી આ કેમ્પ દ્વારા એક જ દિવસે અને એક જ સ્થળેથી વર્કઓર્ડર મળી રહે તેવું આયોજન કરી વિકાસના કામોમાં સહકાર આપી કામને વેગ આપ્યો છે.
  વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ વર્કઓર્ડર લેવામાં જે તકલીફો પડતી હતી તે તકલીફો આ સરકારે દુર કરી આ આયોજન થકી એક જ દિવસે અને એક જ સ્થળેથી વર્કઓર્ડર આપવાનું કાર્ય કર્યું છે. ત્યારે ૧૮૦ ગામોમાંથી આવેલા સરપંચશ્રી તેમજ તલાટીમંત્રીશ્રીને જણાવ્યું હતું કે, આ વર્ક ઓર્ડર દ્વારા આપણે પણ સરકારને સહકાર આપી વિકાસના કામોને ઝડપી અને ગુણવત્તા યુક્ત બનાવી સમયસર કામો પૂર્ણ કરવા જોઈએ. જેથી કરી આપણે સૌએ સાથ આપી આ કાર્યને વેગવંતુ બનાવવા સહભાગી બનવું પડશે અને આ પાંચ વર્ષના સમયગાળામાં ગામના વિકાસ માટેના કામોમાં પ્રાથમિક સુવિધાઓને લગતા અનેકગણા કામો પૂર્ણ કરવાની જવાબદારી રહેલી છે. વધુમાં સરકારશ્રીઓની વિવિધલક્ષી યોજનાઓનોની વિસ્તૃત માહિતી આપી આ યોજનાનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓને આપવા જણાવ્યું હતું.
  આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી સુજીતકુમારે તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પ્રસંગને અનુરૂપ ઉદ્દ્બોધન કર્યું હતું. 
  આ કાર્યક્રમના અંતમાં મંત્રીશ્રી સૌરભભાઈ તેમજ મહાનુભાવો દ્વારા આજીવિકા પ્રોજેકટના વર્કઓર્ડરનો શુભારંભ કરી વિતરણ કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં સાંસદશ્રી ભારતીબેન શિયાળ, ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ મારૂ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા, જિલ્લા આયોજન અધિકારીશ્રી બ્રિજેશ જોષી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી સુરેશભાઈ ગોધાણી, ભોળાભાઈ રબારી, મનહરભાઈ માતરીયા, છનાભાઈ કેરાળીયા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારી – કર્મચારીશ્રી અને મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.