ETV Bharat / state

બોટાદ નગરપાલિકાની સામાન્ય સભામાંથી વોર્ડ નં.10ના સભ્ય ચાલુ સભા છોડીને ચાલ્યા ગયા - general meeting of corporation

બોટાદ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં પ્રમુખ સ્થાને શહેરના વિકાસના કામોને આપવામાં સર્વાનુમતે બહાલી તેમજ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. વોર્ડ નં.-10ના સભ્ય મેઘજીભાઈને ગટર સમિતિના સભ્ય બનાવતા ચાલુ સભા છોડી નીકળી ગયા હતા. નગરપાલિકા પ્રમુખે આ બાબતે કઈ ખબર નથી તેમ કહીને વાત ટાળી હતી.

બોટાદ નગરપાલિકાની સામાન્ય સભા
બોટાદ નગરપાલિકાની સામાન્ય સભા
author img

By

Published : Jun 9, 2021, 12:42 PM IST

  • બોટાદ નગરપાલિકામાં 44માંથી 40 સીટો પર ભાજપના ઉમેદવારો વિજય
  • નગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચનાની જાહેરાત કરવામાં આવી
  • સિનીયર હોવા છતાં તેમને ચેરમેન ના બનાવતા પોતાની નારાજગી વ્યક્ત કરી

બોટાદ : શહેરમાં નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુલ 44માંથી 40 સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો હતો. જેમાં પ્રમુખ, ઉપ પ્રમુખની વર્ણી કરવામાં આવી હતી. જયારે અન્ય સમિતિઓનો રચના બાકી હોવાથી જેને લઈ આજે બોટાદ નગરપાલિકાના સભાખડમાં સામાન્યસભા મળી હતી.

આ પણ વાંચો : નવસારી-વિજલપોર પાલિકાની સોમવારે પ્રથમ ઐતિહાસિક વર્ચ્યુઅલ સામાન્ય સભા

35 એજન્ડા પ્રમુખ દ્વારા રજૂ કરવામાં આવ્યા

જેમાં નગરપાલિકાના પ્રમુખ આર. આર. વોરાના અધ્યક્ષ સ્થાને આ સભા મળી હતી. જેમાં કુલ 35 એજન્ડા પ્રમુખ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેની અંદર શહેરના વિસ્તારોમાં વિવિધ વિકાસના કામો મંજૂર કરવા, ગત ટર્મના અમુક કામોને મંજૂર કરવા તેમજ નગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચનાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓ વધારવા આપવામાં આવી મંજૂરી

સિનીયર હોવા છતાં તેમને ચેરમેન ના બનાવતા મેઘજીભાઈ ચાલુ સભા છોડીએ જતા રહ્યા

ગટર સમિતિની રચનાની જાહેરાત કરવામાં આવી અને તેમાં સભ્ય તરીકે વોર્ડ નં.-10 મેઘજીભાઈનું નામ જાહેર કરવામાં આવતા મેઘજીભાઈ પોતાનું નામ નહિ રાખવા જણાવીને ચાલુ સભા છોડી બહાર નીકળી ગયા હતા. પોતે સિનીયર હોવા છતાં તેમને ચેરમેન ના બનાવતા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તો બીજી તરફ આ બાબતે નગરપાલિકા પ્રમુખને પૂછતા જણાવ્યું કે, ચાલુ સભા છોડીને ગયા છે. હવે મળશે ત્યારે ખબર પડશે કે શા માટે જતા રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.